ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી નજીક નેશનલ હાઈવે પર સીંગતેલ ભરેલા ટ્રકનો અકસ્માત

તાપીઃ નેશનલ હાઇવે નંબર 53 સુરત ધૂલિયા હાઇવે પર ઉછલના ભડભુજ ગામ નજીક આજે સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. અકસ્માત બાદ રોડ ઉપર તેલ ઢોળાતા આજુબાજુના ગ્રામજનો ખાદ્યતેલ લેવા દોડી આવ્યા હતા. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

By

Published : Apr 22, 2019, 11:50 PM IST

સ્પોટ ફોટો

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુજ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર ગાંધીધામથી મહારાષ્ટ્ર ખાદ્ય તેલ ભરીને જતું ટેન્કર અચાનક કોઈ કારણોસર પલટી જતા લાખો રૂપિયાનું ખાદ્યતેલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું આ અકસ્માતની જાણ થતા જ આજુબાજુના વિસ્તારના લોકો ખાધતેલ લેવા માટે દોડી આવ્યા હતા.

સીંગતેલ ભરેલા ટ્રકનો અકસ્માત

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details