ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં વાયુ વાવાઝોડાની અસર હેઠળ ક્યાંક ઘરના છાપરા ઉડ્યા, તો ક્યાંક ઝાડ ધરાશાયી થયા

તાપી: જિલ્લામાં અચાનક વાતાવરણમાં બદલાવ થયા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે ચોમાસાની સિઝન આવ્યા પહેલા વરસાદની શરૂઆત તોફાની રહેતા તાપી જિલ્લામાં ઘણાં વિસ્તારોમાં પવનના કારણે ઘરના છાપરા અને નળીયા ઉડી ગયા હતા. તો બીજી તરફ ઘણા રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી જઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.

તાપીમાં વાયુ વાવાઝોડાના પગલે રસ્તા પર ઝાડ થયા ધરાશાયી

By

Published : Jun 12, 2019, 7:19 PM IST

આ વાયુ વાવાઝોડાની અસર તાપી જિલ્લામાં જોવા મળી હતી. જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવતા અનેક જગ્યાએ છુટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. તો ઘણા વિસ્તારોમાં મેઘરાજાની બેટિંગ ધુંઆધાર રહી હતી. તાપી જિલ્લાના ડોલવણ અને વાલોડ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડતાં બુહરીના જામણિયા ગામના ઘરના છાપરા અને નળીયા ઉડી ગયા હતા.

વાવાઝોડાની અસર હેઠળ ક્યાંક ઘરના છાપરા ઉડ્યા, તો ક્યાંક ઝાડ ધરાશાયી થયા

તો બીજી તરફ ડોલવણ, વાલોડ, વ્યારા, સોનગઢ, ઉચ્છલ અને નિઝરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. સાથે જ અંતરિયાળ વિસ્તારોના રસ્તાઓ પર પવનના કારણે કદાવર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

ABOUT THE AUTHOR

...view details