ગુજરાત

gujarat

ETV Bharat / state

પાંજરામાં પુરાયેલા દીપડાને ગામલોકોએ ઇજાગ્રસ્ત કર્યો

તાપી: થોડા દિવસ અગાઉ તાપી જિલ્લાના પેલાડ બુહારીમાં દીપડા દ્વારા એક ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દીપડો વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે દીપડાએ ખેડૂત પર કરેલા હુમલાના કારણે ગ્રામજનોએ પાંજરામાં દીપડા હેરાન કરતા દીપડો ઘાયલ થયો હતો.

By

Published : Apr 12, 2019, 9:25 AM IST

દિપડાને વનવિભાગે પાંજરામાં પૂર્યું

થોડા દિવસ આગાઉ વહેલી સવારે તાપી જિલ્લાના પેલાદ બુહારી ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. ગામના ખેડૂત સુરેશભાઈ માવજીભાઈ ભંડારી પોતાના ખેતરે સવારે 7 વાગ્યાના અરસામાં ખેતરમાં પાણી પીવડાવવા ગયા હતા ત્યારે અચાનક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો.

દિપડાને વનવિભાગે પાંજરામાં પૂર્યું

ત્યારબાદ વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે દીપડાને પકડી પાંજરામાં પુરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ગામમાં પાંજરામાં પુરાયેલા દીપડાને હેરાન કરતા દીપડો ઘાયલ થયો હતો. જે બાદ વન વિભાગે દીપડાને વાલોડ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં સારવાર બાદ જંગલમાં તેને પરત છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details