જિલ્લાના મુખ્ય મથક કહેવાતા વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલ આદિવાસી વિસ્તારના લોકોને માટે સાચા અર્થમાં સંજીવની બની રહી છે. ઉચ્છલ તાલુકાના શકુબેન ગામીતને અંડાશયની ગાંઠ હતી.
તાપીમાં ડોકટરે મહિલાના પેટમાંથી કાઢી 14.3 કિલોની ગાંઠ
તાપી: વ્યારામાં જનરલ હોસ્પિટલમાં એક મહિલાને નવજીવન મળ્યું છે. ડોકટરે મહિલાના પેટમાંથી 14.3 કિલોની અંડાશયની ગાંઠ કાઢી છે.
ડૉકટરે મહિલાના પેટમાંથી કાઢી 14.3 કિલોની ગાંઠ
જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ.અંકિતા ગામીત અને ડૉ. રુચિ ગામીતે 2 થી 3 કલાકના ઓપરેશન બાદ શકુબેન ગામીતના પેટના ભાગે સર્જરી કરી હતી. તેમજ 14.3 કિલોની અંડાશયની ગાંઠ કાઢી તેમને નવજીવન આપ્યું હતું.