- "સ્વચ્છ ભારત" અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોની શરૂઆત
- તાપી જિલ્લામાં લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો
- અલગ-અલગ કાર્યક્રમો દ્વારા લોકોને સ્વચ્છતાનો સંદેશ
તાપી જિલ્લામાં "સ્વચ્છ ભારત" અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોની શરૂઆત સયાજી ગ્રાઉન્ડ ખાતેથી કલેકટર એચ.કે.વઢવાણિયાએ સ્વચ્છતા રેલીનું પ્રસ્થાન કરાવ્યું.સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અંગે સુત્રોચાર અને કચરો ઉપાડી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવવામાં આવ્યો છે.
સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન "સ્વચ્છ ભારત" અંતર્ગત વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં આજે સયાજી ગ્રાઉન્ડથી યોજાયેલ સ્વચ્છતા ઝુંબેશ રેલીનું જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા સહિત જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદાર, ન.પા.પ્રમુખ સેજલબેન રાણા, ડી.આર.ડી.એ નિયામક જે.જે.નિનામા, પ્રાંત અધિકારી હિતેશ જોશી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. રેલી દરમિયાન વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ., એન.સી.સીના સ્વયંસેવકો, યુવા સંગઠનો, મહિલા મંડળો, સખી મંડળો, સંસ્થાઓ, યુવક મંડળો, જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ દ્વારા સયાજી ગ્રાઉન્થી રેલી શરૂ કરી જુના બસ સ્ટેન્ડ થઇ ઉનાઇ નાકાથી ફરી સયાજી ગ્રાઉન્ડ પહોચી રેલી પુર્ણ કરવામાં આવી હતી.
લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો
આ રેલી દરમિયાન સ્વયંમસેવકો દ્વારા સ્વચ્છતા અંગે સુત્રોચાર અને કચરો ઉપાડી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ), હેઠળ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજયના તમામ ગામડાં અને શહેરી કક્ષાએ સ્વચ્છતા ઝુબેશ અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આ વર્ષને દેશની આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષ નિમિત્તે સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા “ક્લિન ઇન્ડીયા” પ્રોગ્રામ અંતર્ગત રાજયના તમામ જિલ્લામાં ગામડાં અને શેહરી કક્ષાએ તા.31મી ઓક્ટોબર 2021 સુધી વિવિધ કાર્યક્રમો કરવાનું આયોજન કરેલ છે. આ મિશનનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે વધુ સભાનતા કેળવાય અને સ્વચ્છતા વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બની જાય સ્વચ્છતા સંબંધી લોકોમાં જાગૃતિ અને સકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપવા માટે "Clean India Program" લોંચ કરવામાં આવેલ છે.