- પોલીસે રસીકરણ માટે લોકોને જાગૃત કરવા અભિયાન કર્યું શરૂ
- પોલીસે લોકોને આપ્યા મફત માસ્ક
- લોકોએ કરી પોલીસની કરી સરાહના
તાપી:અત્યાર સુધી માસ્ક માટે અભિયાન ચલાવતી પોલીસ દ્વારા હવે મફત માસ્કનું વિતરણ કરતા નજરે પડી છે. તાપી જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન માસ્કની ઝૂંબેશ ઉપાડનારા પોલીસે લાખ્ખો રૂપિયા માસ્ક વગરના વાહનચાલકો અને લોકો પાસેથી વસુલાત કરી છે. માસ્ક બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના પણ અનેક બનાવો બન્યા હતા તેમજ પોલીસે કેસ પણ દાખલ કર્યા હતા.
આ પણ વાંચો:રાજકોટમાં શરૂ કરાયું ભારતનું સૌ પ્રથમ ‘7 લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન
માસ્કના કારણે તકરારના બનાવો બન્યા હતા
કેટલાક કેસોમાં તો માસ્ક નાક નીચે ઉતરી ગયું હોવાના કારણે પણ તકરાર તેમજ પોલીસ કેસના બનાવ બન્યા હતા, ત્યારે તાપી પોલીસે વ્યારાના જૂના બસ સ્ટેશન પાસે અને SOG ઓફિસ પાસે કોરોના સંક્રમણથી બચવા સાદર નમન સિનિયર સિટીઝન સંગઠનના નેજા હેઠળ જનજાગૃતિ સાથે માસ્ક વગરના વાહનચાલકો અને લોકોને મફત માસ્કનું વિતરણ કરતા લોકોએ પોલીસની સરાહના કરી હતી.