તાપી: વાલોડ ડોડીયા ફળિયાથી ઇનમા સુમુલ ડેરી તરફ જતા માર્ગ પર આવેલ ચીક ખાડીના પુલ પરથી થોડા દિવસો પેહલા કોઈક અજાણ્યા ઈસમોએ પશુના અવશેષો નાખતા ગૌમાંસ (beef found in tapi)ના હોવાના વાતો પરથી વાતાવરણમાં ઉશ્કેરાટ વ્યાપ્યો હતો. આ અંગેની વાત વાયુ વેગે પ્રસરતા અને પોલીસને જાણ કરતા ગૌમાંસ હોવાની વાતોને લીધે પોલીસ (Tapi valod police)ની સાથે લોકટોળા સ્થળ પર ઉમટ્યા હતા, બનાવ બાબતે વાલોડ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ પશુનાં કાનમાં મારવામાં આવેલ બિલ્લાઓના આધારે ડોલવણ તાલુકાના કુંભિયા ગામે (Kumbhiya village of tapi) રહેતા રાજેશભાઈ સહદેવભાઈ ચૌધરીની ગાય હોવાનું સાબિત થયુ હતુ.
કાળા કલરની ગાય ખરીદી
ગાય પાડવા માટે લેવાની છે તેવું કહી, જે ગાય દૂધ આપતી ન હોય તે યુસુફ અહમદ આમલીવાલાએ દલાલ મારફતે ખરીદી કરી હતી, યુસુફભાઈ આમલીવાલાએ ગાય કતલ કરવાના ઇરાદે તેના ઓળખીતા બિસમિલ્લાખાન પઠાણ તથા તેનો પુત્ર ઇમરાનખાનને વેચાણ કરી હતી. તેમજ બિસ્મિલ્લાખાએ શિકેર ગામે રહેતા અનવરભાઇ ઉસ્માન મન્સૂરી પાસેથી એક કાળા કલરની ગાય ખરીદી હતી. એમ કુલ બે ગાયોનું ગૌમાંસ વેચાણ કરવાના ઈરાદે આરોપીઓ બિસ્મિલ્લાખાન પઠાણ તથા તેનો છોકરો અને અન્ય સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો:Lasa fever threat: શું કોરોના પછી હવે તાંડવ મચાવશે 'લાસા ફીવર'?