ગુજરાત

gujarat

ETV Bharat / state

કાંટે કી ટક્કર, વ્યારા બેઠકના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મતદારોને રીઝવવા નીકળ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) આવવાને હવે ગણતરીના દિવસો પણ બાકી રહ્યા નથી. ત્યારે દરેક નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે તાપીની વ્યારા બેઠકનાં (Vyara assembly seat) 4 ટર્મનાં ધારાસભ્ય અને કોંગ્રેસ ઉમેદવાર પુનાજી ગામીતે અને ભાજપના ઉમેદવાર મોહન કોંકણી હવે વ્યારા બેઠક પર પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે પ્રચાર કરી રહ્યા છે.

કાંટે કી ટક્કર, વ્યારા બેઠકના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મતદારોને રીઝવવા નીકળ્યા
કાંટે કી ટક્કર, વ્યારા બેઠકના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મતદારોને રીઝવવા નીકળ્યા

By

Published : Nov 26, 2022, 1:24 PM IST

તાપીજિલ્લાની વ્યારા બેઠકનાં (Vyara assembly seat) 4 ટર્મનાં ધારાસભ્ય અને કોંગ્રેસ ઉમેદવારપુનાજી ગામીતે અને ભાજપના ઉમેદવાર મોહન કોંકણી હવે વ્યારા બેઠક પર પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે હવે ગામડે ગામડે પ્રચારનો ધમધમાટશરૂ શરુ કરી દિધો છે.

કાંટે કી ટક્કર, વ્યારા બેઠકના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મતદારોને રીઝવવા નીકળ્યા

ભાજપના ઉમેદવારનો પ્રચારદક્ષિણ ગુજરાતની એક એવી બેઠક (Vyara assembly seat) જ્યાં ભાજપ માટે કપળા ચઢાવ સમાન ગણાય છે અને તે છે વ્યારા બેઠક. પરંતુ ભાજપ પણ આ બેઠક પરથી કમર કસીને હવે ભાજપએ પણ જીત માટે કમર કસી છે. જીતની રણનીતી (Gujarat Assembly Election 2022) ઘડીને ગામડાઓમાં જન સંપર્ક થકી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. કોંગ્રેસના ગઢ વ્યારા બેઠક પર ભાજપે પણ પ્રબળ અને યુવા દાવેદાર મોહન કોંકણી મેદાને ઉતારી ને હવે આ 171- વ્યારા બેઠક પર ભાજપનો ભગવો લહેરાવાનું નક્કી કરી લીધું છે. તેવું ભાજપનાં ઉમેદવાર અને તમેના સમર્થકોનાં દ્વારા કરવામાં આવી રહ્યો પ્રચારથી દેખાઈ રહ્યું છે.

હોમ ટાઉનમાં પ્રચારત્યારે ETV ભારત જોડે ભાજપનાં ઉમેદવાર (Vyara seat BJP candidate) મોહન કોંકણી દ્વારા ખાસ વાતચીત જણાવ્યું હતું કે આ પ્રચાર અહીંના કોંગ્રેસના 4 ટર્મનાં ધારાસભ્ય પુનાજી ગામીતનાં હોમ ટાઉનમાં પ્રચાર કરી રહ્યાં છે. ધારાસભ્યનાં હોમ ટાઉનની કરંજવેલ જિલ્લા પંચાયત ભાજપ દ્વારા પ્રથમ વખત કબ્જે કરી છે. ત્યારે આ વખતે વ્યારા વિધાન સભા બેઠક હવે ભાજપ પણ સરળતાથી કબ્જે કરશે, તેવો વિશ્વાસ ETV ભારત સમક્ષ ભાજપનાં ઉમેદવાર મોહન કોંકણીએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

પંજાનો પરચમ લહેરાવ્યોતાપી જિલ્લાની 2 બેઠક પર 2017ની વિધાનસભાની ચુંટણીમાં (Gujarat Assembly Election 2022) કોંગ્રેસએ બંને બેઠક પર પોતાનો પંજાનો પરચમ લહેરાવ્યો હતો. અને હવે આ બંને બેઠક ભાજપ કબ્જે કરવા માટે હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. જેમાં વ્યારા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપ હજુ સુધી કબજો કરી શકી નથી. વ્યારા બેઠક પર સતત 4 ટર્મથી પુનાજી ગામીત જીતની હેટ્રિક બાજી મારી જીત મેળવી રહ્યા છે. આ વખતે પણ કોંગ્રેસ દ્વારા તેમને વ્યારા બેઠક પરથી મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે હવે પુનાજી ગામીત પોતાના મત વિસ્તારમાં જે પકડ છે. તેને વધુ મજબૂત કરવા માટે હવે વ્યારા બેઠકનાં મતવિસ્તાર વ્યારા અને ડોલવણનાં ગામડે ગામડે ફરી ને જન સંપર્ક થકી પ્રચારનો ધમધમતા શરુ કરી દિધો છે.

ગામે ગામે પ્રચાર વ્યારા બેઠક પરનાં કોંગ્રેસના ઉમેદવાર (Vyara seat Congress candidate) પુનાજી ગામીતએ ગામે ગામે પ્રચાર કરી રહ્યાં હતાં. જેમાં કોંગ્રેસ ઉમેદવાર પુનાજી ગામીત એ ETV ભારત જોડે ખાસ વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, જે મારા વિરોધી પક્ષનાં લોકો કહી રહ્યાં છે કે પુનાજી ગામીત દેખાતાં નથી તે લોકો ને હું કેવા માંગુ છું કે મને ગામડે ગામડે નાના-નાનાં બાળકો ઓળખે છે કે, આ પુનાજી ગામીત છે અને મારા મતવિસ્તારનાં પુરુષ, મહિલા, યુવાનો મને ગામે ગામ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. જે લોકો એમ કહી રહ્યા છે કે વ્યારાનાં ધારાસભ્ય લાપતા છે તેમને કહેવા માંગુ છું કે, 1 ડિસેમ્બરમાં મતદાનમાં અને ત્યાર બાદના મતદાનનાં પરિણામમાં ખબર પડશે કે, કોણ લાપતા થશે અને વધુમાં મિડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે, 30.000થી વધુ મતોથી વ્યારા બેઠક પરથી જીતવાનો છું તેવી આશા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details