આ યુવાનો સુરત જિલ્લાના બારડોલીના છે. અભ્યાસ કાર્યની સાથે યુવાનો નગરમાં ભિક્ષુકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. 70થી વધુ યુવાનોએ એક NGOની સ્થાપના કરી છે. જેઓ સાંજ પડેને એક જગ્યાએ એકત્રિત થઈ નગરમાં લોકો પાસેથી તાજુ જમવાનું અને રોટલી ઉઘરાવે છે. નગરજનો પણ આવા સેવાકાર્યમાં નહીં જોડાય શકતા હોવાથી યુવાનોને મદદરૂપ થઇ રહ્યાં છે. આ NGOના યુવાઓના આ સેવાકીય કાર્યને બિરદાવી પણ રહ્યાં છે.
વિદ્યાર્થીઓએ બોરડોલીમાં કરી રોટી બેંકની શરૂઆત, ગરીબોની ભુખને સંતોષવાનો નવતર પ્રયાસ
બારડોલી: સુરત જિલ્લાના બારડોલી ખાતે કાર્યરત NGOના યુવાનો દ્વારા ગરીબો માટે રોટી બેન્કની શરૂઆત કરવામાં આવી છે. અભ્યાસ કરતા યુવાનોના મોટા ગ્રુપ દ્વારા નગરમાંથી જમવાનું ઉઘરાવી ગરીબો અને ભિક્ષુકોને જમાડવામાં આવે છે.
બારડોલી નગરમાં NGOના યુવાનોએ હરતી ફરતી રોટી બેન્ક જાણે નગરમાં બનાવી દીધી છે. શાસ્ત્રી રોડથી શરૂ કરી સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભૂખ્યા સુતેલા અને જરૂરિયાતમંદ ભિક્ષુકો અને ભૂખ્યા લોકોને નગરમાંથી ઉઘરાવેલ જમવાનું આપવામાં આવે છે. તેને જ શ્રેષ્ઠ પુણ્ય યુવાનો માની રહ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી બારડોલી નગરમાં ગરીબ ભૂખ્યાઓને ભોજન આપવાનું શરૂ કરેલ વિરાટ કાર્યની સરાહના થઈ રહી છે. જેમના જમવાથી ભૂખ્યા લોકોના પેટમાં સંતોષ થાય છે. એ ભિક્ષુકો પણ આશીર્વાદ આપી રહ્યાં છે. યુવાનો દ્વારા ચાલતી સંસ્થા દ્વારા નગરમાં જરૂરિયાત મંદો માટે સેવાકીય યજ્ઞ કરાઈ રહ્યો છે. રોટી બેંક ચલાવતા આ યુવાનો કોઈ મોટો વ્યવસાય નહી. પરંતુ તમામ વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરતા યુવાનો છે કે, જેઓ અભ્યાસ કાર્યની સાથે ભૂખ્યા લોકોને ભોજન પૂરું પાડી સાચા અર્થમાં માનવ સેવા કરી રહ્યા છે. ત્યારે ભોજનથી વંચિત એવા ગરીબ ભૂખ્યાઓને ભોજન આપી એક ટકની ભૂખ પુરી કરનાર આવા યુવાનોને સો સો સલામ.