વળી, લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી પહોંચી જતા રાત્રે પણ ઉકળાટ બફારા સાથે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી સતત આકાશમાંથી અગનગોળા વરસતા લોકોએ બિનજરૂરી ઘર-ઓફિસની બહાર જવાનું ટાળી પંખા અને એ.સી નીચે જ બેસી રહેવાનું મુનાસિબ માન્યું હતું. આ સાથે જ ડોકટરો દ્વારા પણ લોકોને વધુમાં વધુ પાણી પીવાની સલાહ અપાય રહી છે.
વધતી ગરમીના કારણે તાપીના રસ્તાઓ પર કુદરતી કર્ફયુ - gujarat
તાપીઃ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આકાશમાંથી આગ વરસાવતી ગરમીના કારણે તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપી છે. ગરમીના કારણે શહેરના માર્ગો પણ કુદરતી કર્ફયુ સર્જાયો હોય તેવા જોવા મળ્યા હતા.
સ્પોટ ફોટો
શહેરીજનોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવાર બાદ તબક્કાવાર તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે. જો કે હાલમાં ગરમી જે રીતે વધી રહી છે તે જોતા તંત્ર અને ડોકટરોએ લોકોને કામ વગર ઘરની બહાર નહિ નીકળવાની સલાહ આપી છે સાથે બાળકોને પણ ઘરની બહાર ન મોકલવા જણાવ્યું હતું.