આ પથ્થરગડી આંદોલનમાં ગુજરાત કનેકશન બહાર આવ્યું હતું. આ સરકાર વિરોધી આંદોલનમાં તાપી જિલ્લાના કેસરીસિંહના પરિવારની ભૂમિકા પણ બહાર આવી હતી. જે પરિવાર સતિપતિ નામનું સંગઠન ચલાવતો આવ્યો છે અને પોતાને જ ભારત સરકાર માને છે. જેમને ઝારખંડના બંદગાવના ચંપાવા અને સિંદૂરીબેદા સહિતના ગામોના લોકોને આ પ્રવૃત્તિમાં જોડવા અને લોકોને ઉકસાવવા મોટી ભૂમિકા ભજવી હતી.
ઝારખંડમાં ફરી 'પથ્થરગડી આંદોલન'ની દહેશત, સામે આવ્યું ગુજરાત કનેક્શન - TAP
વ્યારાઃ ઝારખંડમાં થયેલું પથ્થરગડી આંદોલન ફરીથી સક્રિય થઈ હોવાની દહેશત છે, ત્યારે સમગ્ર બનાવ અંગે અગાઉના આંદોલનોમાં જમશેદપુર ટીમે તપાસ કરી હતી. આ તપાસનો એક રિપોર્ટ ઝારખંડ અને કેન્દ્ર સરકારને સુપ્રત કરાયો હતો. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
આ કેસરી સિંહ મૂળ તાપી જિલ્લાના કતાસવાણ ગામે રહે છે. હાલ તેમના રહેઠાણ વિશે કોઈ જાણકારી નથી મળી રહી, પણ કતાસવાણમાં રહીને તેમણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં સતિપતિ નામના સંગઠનને સક્રિય કર્યું હતું. ઝારખંડના બંદગાવને આ વિચારધારાથી પ્રેરિત 23 ગામને ટપાલ મારફતે આધારકાર્ડ, મનરેગાના જોબ કાર્ડ તેમને પરત કર્યા હતા. એમને જે ટપાલ મોકલી હતી, એમાં પોતાને ટપાલ ઉપર ભારત સરકાર લખ્યું હતું અને યોજનાઓનો બહિષ્કાર કર્યો હતો. જેમાં તાપી જિલ્લાના કતાસવાણથી પોસ્ટ કર્યાનું પણ બહાર આવ્યું છે.
હવે ઝારખંડના આ આંદોલનમાં ગુજરાત કનેકશન અને કેસરીસિંહના પરિવારની ભૂમિકા બહાર આવી છે. જેથી વધુ તપાસ ગુજરાતમાં અને તેમાં પણ તાપી જિલ્લા તરફ પણ કેન્દ્રિત થઈ શકે છે. જો કે, કેસરી સિંહના પરિવારમાંથી કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ બહાર આવ્યું નથી, પણ અગાઉ આજ કતાસવાણથી સતિપતિ સંગઠન થકી અનેક વાતો બહાર આવી હતી. જે સંગઠન સાથે જોડાયેલા સભ્યો સરકારમાં કે સરકારની યોજનાઓમાં માનતા નથી અને તેઓ યોજના તો ઠીક પણ વીજ બિલ, પંચાયત વેરો પણ ભરતા નથી, ત્યારે હવે આ તપાસમાં CID તેમજ સરકાર પણ ગંભીર બનશે એવું લાગી રહ્યું છે.