તાપી જિલ્લામાં વ્યાજખોરના અત્યાચારને કારણે છ દિન પહેલા ગુમ થયેલા વેપારીના સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવ્યું હતું.ગત 28 ડિસેમ્બરથી સુસાઇડ નોટ લખી રામપ્રસાદ સુથાર નામનો ઈસમ ગુમ થઈ ગયો હતો,જેને શોધવા માટે અને વ્યાજખોર બાબુલાલ અને ધર્મેશ સહિતના સામે ગુનો દાખલ કરવા માટે પોલીસ ફરિયાદ કરાઈ હતી, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આજે પરિવારજનોએ સમાજના અગ્રણીઓ સાથે તાપી જિલ્લા પોલીસ વડાને (Complaint to tapi SP )આવેદનપત્ર પાઠવ્યું હતું અને જલ્દી કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો કિશોર ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો : પરીવારે કહ્યું પોલીસે તપાસ ન કરતા મોત થયું
છ મહિનાથી ત્રાસ આપે છે આ સમગ્ર મામલે ગુમ થયેલ ઇસમના પુત્ર ગૌતમ સુથાર દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમે એક ભાઈ પાસે બારડોલીથી પૈસા લીધા હતા જેમનું નામ બાબુલાલ મોહનલાલ શાહ છે અને એ ભાઈ અમને ઓછામાં ઓછા છ મહિનાથી ત્રાસ આપે છે. ઘરે આવીને ધાક ધમકી આપે છે અને 10 ટકાએ પૈસા પાછા વ્યાજ ઉપરાંત માંગે છે. અમારા ઘરનાં દસ્તાવેજ લઈ લીધા છે. અમારી પાસે જે સોના ચાંદીના બધા દાગીના લઈ લીધા છે તેમ છતાં પણ એમને મારવાની અને અમારી પાછળ માણસો મૂક્યા છે આ બધું થયા બાદ મારા પિતાએ પોલીસ સ્ટેશન અને વ્યારા એસપી ઓફિસ બંને જગ્યાએ ફરિયાદ આપી હતી ૩ ડિસેમ્બરના રોજ ત્યાર પછી 1 મહિનો થઈ ગયો છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને એના પછી તા.28 ડિસેમ્બર 2022થી મારા પિતા ઘરેથી નીકળી ગયા છે અને એ વાતને પણ 6 દિવસ થઇ ગયા છે.
આ પણ વાંચો દેવું વધી જતા ચીઠ્ઠી લખી ગુમ થનાર પરિવાર ઘરે ફર્યો પરત
મને મારા પિતા જોઈએઅમે વાલોડ પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોધાવી પણ ત્યાં અમારી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહી અને અમારો કેસ પણ ન લેવામાં આવ્યો. ફક્ત ગુમસુદાની ફરિયાદ લીધી અને એના પછી છ દિવસમાં એક પણ પોલીસની ગાડી તથા એક પણ પોલીસનો ફોન પણ નથી આવ્યો. ઘરે પૂછપરછ માટે કે શું છે? કંઈ મળ્યું કે નઈ સાથે શોધખોળ કરવા આવી નહી. એટલે એમની લાપરવાહીના લીધે એક મહિનાથી અમે પોલીસને કીધું હતું તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ જેના લીધે મારા ઘરમાં આ ઘટના બની છે. ત્યારે આજે અમારા બધા સમાજને લઈને આવ્યો છું તો મને ફકત એક જ વસ્તુની માંગ છે કે મને મારા પિતા જોઈએ છે.
એસપી કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે એસપી કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે જેમાં અમારા પિતાને ગમે તેમ કરીને પાછા લઈ આવો. જે આરોપી પોતે જે વાલોડ પોલીસ સ્ટેશનમાં આવીને જાય છે અને એમના છતાં એમને એમ જવા દે છે જે પણ હોય એ આવીને જવા દે છે. સાથે અમારી ફરિયાદ પણ નથી લેતા. કોઈ કાર્યવાહી થઇ નથી. એટલે આજે હું મારા સમાજને સાથે લઈને આવ્યો છું તેમ જણાવ્યું હતું.