તાપી: વ્યારામાં રહેતી એક 15 વર્ષીય કિશોરીને એક કિશોરે લગ્નની લાલચ આપીને વારંવાર શરીર સબંધ બાંધતા કિશોરીને ત્રણ માસનો ગર્ભ રહી ગયો હતો. આ અંગે તેના પરિવારજનોને જાણ થતાં વ્યારા પોલીસ મથકે આરોપી કિશોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વ્યારા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી કિશોરને પકડવાની તજવીજ હાથ ધરી છે.
તાપીમાં કિશોરે લગ્નની લાલચ આપી 15 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવી - Tapi Vyara 15 year old girl posko
તાપીમાં એક 15 વર્ષની કિશોરી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. બળાત્કાર આચરનાર પણ એક કિશોર જ હોવાને લઈને પંથકમાં ચર્ચા જાગી છે. હાલ પોલીસે આ અંગેની ફરિયાદ થતાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Published : Nov 26, 2023, 6:03 PM IST
|Updated : Nov 26, 2023, 6:12 PM IST
કિશોર સામે પોસ્કો અને બળાત્કારની ફરિયાદ: વ્યારાના કાનપુર વિસ્તારમાં રહેતા કિશોરે નજીકના વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરી સાથે દોસ્તી કરી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. છ માસ પહેલા કિશોરે કિશોરીને ઘરે બોલાવી લગ્નની લાલચ આપી તરૂણીની મરજી વિરુદ્ધ સબંધો બાંધ્યા હતા. કિશોરીને થોડા સમય બાદ પેટમાં દુઃખાવો ઉપડતા પરિવારને જાણ કરી તબીબી પરીક્ષણ કરાવતા ત્રણ માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું. ભોગ બનનારે વ્યારા પોલીસ મથકે કિશોર સામે પોક્સો અને બળાત્કારની ફરિયાદ કરી હતી. આ મામલે વ્યારા પોલીસ જુદા જુદા એંગલથી તપાસ કરી રહી છે. આરોપી કિશોર માયનોર હોવાથી ધરપકડ અંગેની કાર્યવાહી વ્યારા પોલીસ હાલ કરી રહી છે.
એક કિશોરી સાથે બળાત્કાર થયો છે. જેથી તેની ફરિયાદ હાલ વ્યારા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે. આરોપી માયનોર હોય તે અંગેની ધરપકડ તથા અન્ય કાર્યવાહીની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વ્યારા કરી રહેલ છે. હાલ આ ગુનાની તપાસમાં જુદા જુદા એંગલથી સાયન્ટિફિક એવીડેન્સ અને અન્ય પુરાવાઓ મેળવવામાં આવી રહ્યા છે. - સી.એમ.જાડેજા (ડીવાયએસપી,તાપી)