આ બાબતે મૃતકના પિતાનો આરોપ છે કે, તેમના પુત્રને ગામમાં રહેતા લાલજીભાઈ ઝાલાએ કોઈ અગમ્ય કારણોસર ધર્મેન્દ્રને મોઢાના તેમજ માથામાં છરીના ઘા ઝીંકી ઇજા પહોંચાડી તે નાશી છૂટ્યો હતો. કિશનભાઇએ આ બાબતમાં લાલા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
સુરેન્દ્રનગરમાં અગમ્ય કારણોસર યુવકની હત્યા, પિતાએ કરી ન્યાયની માગ
સુરેન્દ્રનગર: જિલ્લાના મૂળીમાં વાલ્મિકી વાસમાં રહેતા કિશનભાઈ વાઘેલાના પુત્ર ધર્મેન્દ્ર સાંજે જમીને બાજુમાં રહેતા ભાઈને ત્યાં જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જે બાદ તે ઘરે પરત ન ફરતા કિશનભાઈ ત્યાં ગયા હતા. ત્યા પહોચતા જ તેમનો પુત્ર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો.
surendranagar
વધુ માહિતી મુજબ, પોતાના પુત્રને લોહી લુહાણ જોઇને કિશનભાઇએ તેને હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું. હાલમાં પોલીસે લાલા વિરુદ્ધ ગુનો નોંધી તેણે ક્યાં કારણોસર હત્યા કરી છે, સાથે કોઈ અન્ય પણ સામેલ હતું કે કેમ, તે સહિતની વધુ તપાસ હાથ ધરી છે.