ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં પાયાગત સુવિધાના અભાવે મહિલાઓનો હોબાળો - uproar

સુરેેન્દ્રનગર: શહેરમાં આવેલી સાધના સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાનો અભાવ, જૂની પાણીની પાઈપલાઈનમાં દૂષિત પાણી તેમજ નિયમિત સફાઈ જેવા પ્રશ્નોને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 27, 2019, 9:33 AM IST

Updated : Mar 27, 2019, 10:16 AM IST

સ્થાનિક મહિલાઓએ વોર્ડ સદસ્યની આગેવાની હેઠળ પાલિકાના એન્જિનિયર, સેનિટેશન વિભાગના ચેરમેન તેમજ પાલિકાના સીઓને ઘેરી લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરીને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાલિકા વિભાગનું વર્તન સામે આવ્યું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી તેમજ નવી નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇનમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું નથી.

સુરેન્દ્રનગરમાં મહિલાઓનો હોબાળો

મહિલાઓએ તેમના વિસ્તારમાં સ્થાનિકોને ઝડપથી પાયાગત સુવિધાઓ નિયમિત રીતે પ્રાપ્ત થાય તેવી માંગ ઉઠાવી હતી. જો તેમની માંગ નહીં સંતોષાય, તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Last Updated : Mar 27, 2019, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details