ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા દુષિત પાણી સપ્લાય કરતા મહિલાએ કર્યો હોબાળો

સુરેન્દ્રનગર: જિલ્લામાં પાણીની સમસ્યા વર્ષો જુની છે. સમગ્ર શહેરમાં પાણી પૂરૂ પાડતો ધોળીધજા ડેમ ભરેલો હોવા છતાં પાલીકા તંત્રની બેદરકારીના કારણે શહેરના અમુક વોર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિકોને દુષિત પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. તો ચોખ્ખુ પાણી ન મળતા નાગરિકો હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે.

દુષિત પાણી મળતા મહિલાએ કર્યો હોબાળો

By

Published : Jul 19, 2019, 6:01 AM IST

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરના 1 થી 11 વોર્ડ સુધીના તમામ વોર્ડમાં ધોળીધજા ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. આ ડેમ બારે માસ નર્મદાના પાણીથી ભરેલો હોવા છતાં નગરપાલિકા તંત્રની બેદરકારી અને અણઆવડતને કારણે લોકોને પીવાનું પાણી મળતું નથી. ત્યારે શહેરના વોર્ડ નંબર-1, 3 અને 2ના અનેક રહેણાંક વિસ્તારોમાં પાલિકા તંત્રની બેદરકારીને કારણે છેલ્લા 5-6 દિવસથી સ્થાનિકોને પાણી ન મળતા ભારે રોષે ભરાયા હતા.

દુષિત પાણી મળતા મહિલાએ કર્યો હોબાળો

જ્યારે આ અંગે નગરપાલિકાના સ્થાનિક સદસ્યોને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા વિવિધ વોર્ડની મહિલાઓ અને રહિશો પાલિકા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. તો સાથે જ પાણીના પ્રશ્નને લઇને ઉગ્ર રજૂઆતો કરવામાં હતી.

આ મામલે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા GUDC અંતર્ગત કરોડો રૂપિયાની પાણીની નવી પાઈપલાઈન નાંખી હોવા છતાં લોકોને નિયમિત પાણી ન મળતા તંત્રની બેદરકારી સામે આવી હતી. તેમજ આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details