ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરની કેનાલોમાં પાણી છોડાતા ખેતીને મળ્યુ જીવતદાન

સુરેન્દ્રનગરઃ જિલ્લાને સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણી અને ઘાસચારાની તીવ્ર તંગી સર્જાય છે. વરસાદ પણ ઠેલાય રહ્યો છે. જેના કારણે ધરતીપૂત્રોના કપાળે ચિંતાની લકીરો ઉપસી છે. પરંતુ, નર્મદા વિભાગે કેનાલોમાં પાણી છોડતા ખેડુતોની ચિંતામાં ઘટાડો થયો છે.

By

Published : Jul 27, 2019, 2:46 AM IST

સુરેન્દ્રનગરની કેનાલોમાં પાણી છોડાતા ખેતીને મળ્યુ જીવતદાન

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આશાએ ખેડુતોએ વાવણી કરી નાખી છે. પરંતુ, વરસાદે દગો આપતાં ખેડુતો ચિંતાતુર બન્યા હતાં. જેને લઇને સરકારે ખેડુતોને રાહતના સમાચાર આપ્યા છે. સરકાર દ્રારા કેનાલમાંથી પાણી છોડાતા ખેડૂતોના પાકને નવુ જીવતદાન મળ્યુ છે. હાલ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો પણ ખુશી અનુભવી રહ્યા છે. આ બાબતે જીલ્લા ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદી જણાવ્યું હતુ કે, સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ વાવણી લાયક વિસ્તાર 641232 હેકટર છે.

સુરેન્દ્રનગરની કેનાલોમાં પાણી છોડાતા ખેતીને મળ્યુ જીવતદાન

જેમાંથી 3 લાખ 50હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં કપાસ ,મગફળી, ધાસચારો, શાકભાજી સહીતના પાકોનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં પાટડી તાલુકામાંમા ઓછું વાવેતર છે અને સોથી વધારે વઢવાણ તાલુકામાં છે. તેમજ આગામી સમયમાં વરસાદને કારણે વાવેતર વધશે અને હજુ 10 દીવસ સુધી પાકને કોઈ સમસ્યા પડે તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details