ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે કેનાલમાં ગાબડું

સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના વ્રજપર અને ધોળી ગામે વચ્ચે આવેલ માઈનોર કેનાલમાં બુધવારે વહેલી સવારે કેનાલમાં ગાબડું પડતા ચાર થી પાંચ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.

suren
સુરેન્દ્રનગર

By

Published : Feb 5, 2020, 9:14 PM IST

સુરેન્દ્રનગર : ધાંગધ્રા તાલુકાના વ્રજપર અને ધોળી ગામે વચ્ચે આવેલ માઈનોર કેનાલમાં ગાબડાં પડતા ખેતરોમાં પાણી ભરાતા જીરૂ, એરંડા, બાજરી ,ઘઉં ,સહિત શિયાળુ પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. કેનાલમાં જ્યા જોવો ત્યા જાળી, જાખરા અને ગાબડા જોવા મળે છે. ખેડૂતોનો આક્ષેપ છે. વધારે પ્રમાણમાં પાણી છોડવાના કારણે કેનાલ ઓવરફલો થાય છે. જેને કારણે આજુબાજુ ખેતરોમાં પાણી ફરી વળે છે.

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે કેનાલમાં ગાબડું

જેમાં સુરેન્દ્રનગરથી મોરબી તરફ જઈ રહેલી મોરબી બ્રાન્ચની પેટા માઈનોર ડી 6 માં ગાબડુ્ પડયુ હતું. જેને લઈને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. તેમજ ખેડૂતોનો આક્ષેપ છે કે, ત્રીજી વાર કેનાલ ઓવરફલો થઈ છે. તેમાં અધિકારીઓ આવે છે અને જોઈને જતા રહે છે. તેમજ તમને વળતર મળશે તેમ માત્ર વાતો જ કરે છે. પરંતુ પછી કોઈ જ પ્રકારનું વળતર મળતું નથી. ત્યારે ભષ્ટાચારના ગાબડા ખેડૂતો માટે આફત બની રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતા કોઈ જ પ્રકારની સાફસફાઈ પણ કરવામાં આવતી નથી. તેમજ ખેડૂતો દ્રારા મોંઘા ભાવના બિયારણ હોય છે. ખેડૂતો દ્વારા ખાતર લાવીને મહા મહેનતે વાવણી કરવામાં આવે છે. પરંતુ આવા ગાબડા પડવાના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળે છે.

ABOUT THE AUTHOR

...view details