સુરેન્દ્રનગરઃ જિલ્લા કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નનું નિરાકરણ ન આવતા સફાઈ કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો હતો. જેથી કાળી પટ્ટી, કાળા ફુગ્ગા, કાળી કેક કાપી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ઉજવી સફાઈ કર્મચારીઓએ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં જિલ્લામાં છેલ્લા 15 દિવસથી સફાઈ કર્મચારીઓ વિવિધ પ્રશ્ને ઉપવાસ પર ઉતર્યા હતા અને અગાઉ આ પ્રશ્નના નિરાકરણ લાવવા માટે સફાઈ કર્મચારીઓ દ્વારા પાટડી, દસાડા ધારાસભ્ય નૌશદભાઈ સોલંકીની હાજરીમાં મયુર ભાઈ પાટડીયાની આગેવાની હેઠળ સફાઈ કર્મચારીઓ દ્વારા વગર પરમિશન રેલીનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. તેમ છતાં નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં રોષ વ્યાપી હતો.
સુરેન્દ્રનગરમાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નનું નિરાકરણ ન આવતા નોંધાવ્યો વિરોધ
સુરેન્દ્રનગર જિલ્લાના કોન્ટ્રાક્ટ બેઝના સફાઇ કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સફાઈ કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો હતો. જેથી સફાઈ કર્મચારીઓ આ મુદ્દે ઉપવાસ પર ઉતર્યા હતા અને વડાપ્રધાનના જન્મ દિનની અનોખી રીતે ઉજવણી કરી નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નનું નિરાકરણ ન આવતા સફાઈ કર્મચારીઓમાં રોષ, નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો
આ બાબતની જાણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને થતા તાત્કાલિક ધોરણે નગરપાલિકા સામે 200 પોલીસનો કાફલો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ત્યારે આ વિરોધ નગરપાલિકા સામે સફાઈ કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતો અને ખાસ આગામી સમયમાં જ માગણી પૂરી નહીં કરવામાં આવે અને સફાઈ કર્મચારીઓના પ્રશ્નો નું નિરાકરણ નહી લાવવામાં આવે તો જિલ્લામાં આશ્ચર્યજનક કાર્યક્રમો સફાઈ કર્મચારીઓ આપશે. તેવું પણ સફાઈ કર્મચારીના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતુ.