સુરેન્દ્રનગર: પાટડીના બ્લોક હેલ્થ સેન્ટરમાં છેલ્લા 6 વર્ષથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. સોનલબેનના પતિ ભરૂચ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જ્યારે ડૉ. સોનલબેન તેમની 4 વર્ષની દિકરી સાથે પાટડીમાંજ રહે છે. ત્યારે આવી પડેલી કોરોનાની મહામારીમાં ડૉ. સોનલબેન પોતાની ફરજ વધુ સારી રીતે બજાવી શકે તે માટે 4 વર્ષની દિકરીને તેમના પિયરમાં માતા-પિતા પાસે મોકલી દીધી છે.
સુરેન્દ્રનગર : આર.બી.એસ.કે. મહિલા મેડિકલ ઓફિસર, 4 વર્ષની દીકરીને મૂકી નિભાવી રહ્યા છે ફરજ દિકરીને પિયર મૂકી આવ્યા પછી ડો. સોનલ છેલ્લા 5 દિવસથી અમદાવાદના દરીયાપુર વિસ્તારમાં આવેલી covid-19ની ચેકપોસ્ટ ખાતે ફરજ સોંપવામાં આવી છે.
ડૉ. સોનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે અને અમારી ટીમ એક જૂથ થઈને કોરોનાને નાથવા માટે કામગીરી કરી રહ્યાં છીએ, મે ક્યારેય મારી દિકરીને મારાથી દુર નથી કરી, તેથી મારા માટે તેનાથી દૂર રહેવું ખૂબ કપરૂં હતુ. પરંતુ કોરોનાની આ મહામારીના સમયમાં મારી ફરજ પણ એટલી જ મહત્વની હોવાથી મે મારી દિકરીને મારા પિયર મૂકી છે. અને હું જ્યારે મારૂં કામ પૂરુ કરૂં ત્યારે તેની સાથે વીડિયો કોલ પર વાત કરી લઉ છું.
સુરેન્દ્રનગર : આર.બી.એસ.કે. મહિલા મેડિકલ ઓફિસર, 4 વર્ષની દીકરીને મૂકી નિભાવી રહ્યા છે ફરજ તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા 5 દિવસથી હું અમદાવાદ દરિયાપુર ખાતે ફરજ બજાવી રહી છું. અને હજુ પણ થોડા દિવસ મારે અહિંયા જ રહેવાનું છે. આવા સમયે મને મારી દિકરીની ખુબ જ યાદ આવે છે, પણ આ લડાઈમાં રહેવું પણ જરૂરી છે.અમને વિશ્વાસ છે કે, આપણે આ કોરોના સામેની લડાઈમાં ચોક્કસ જીતીશું.