ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના આધેડની લાશ રણમાંથી કોહવાયેલી હાલતમાં મળી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતા દેવજીભાઇ દાનાભાઇ ઠાકોર નામના 45 વર્ષીય આધેેડ થોડા દિવસ પહેલા રણમા ફસાયા હોવાની શંકા હતી. ત્યાર બાદ તેમનો કોહવાયેલી હાલતમાં રણમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

દેવજીભાઇ દાનાભાઇ ઠાકોર

By

Published : Jun 22, 2019, 12:44 PM IST

જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતા દેવજીભાઇ દાનાભાઇ ઠાકોર નામના 45 વર્ષીય આધેેડ થોડા દિવસ પહેલા રણમા ફસાયા હોવાની શંકા હતી. પરિવારે રણના જાણકારને સાથે રાખી દેવજીભાઇને ગોતવાનો પ્રયત્ન કર્યો હતો પણ દેવજીભાઇ મળ્યા નહોતા. જ્યારે બીજા દિવસે રણમાંથી બિનવારસી હાલતમાં કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

દેવજીભાઇ દાનાભાઇ ઠાકોરની કોહવાયેલી હાલતમાં લાશ મળી

તેઓ 12 તારીખની રોજ વહેલી સવારે 5:00 કલાકે રણમાથી સાંતલપુર ગામે પગપાળા પોતાની બાધા પુણઁ કરવા નિકળેલા હતા પણ સવાર બાદ તેમનો કોઇ સમ્પર્ક થઈ શક્યો નહોતો, ત્યારબાદ ધરવાળાએ પોલીસની જાણ કરી હતી. પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે શુક્રવારે સવારે રણમાંથી કોહવાયેલી હાલતમાં બિનવારસી લાશ મળતા લોકોને શંકા થઈ હતી કે લાશ દેવજીભાઇની પણ હોઇ શકે.

દેવજીભાઇ દાનાભાઇ ઠાકોરની કોહવાયેલી હાલતમાં લાશ મળી

ગુરૂવારના સવારે 7:30 કલાક સુધી તેઓના પરીવાર સાથે સંપર્કમાં રહ્યા બાદ તેઓનો સંપર્ક થઇ શક્યો ન હતો. પરીવાર દ્વારા રણના જાણકારને સાથે રાખી દેવજીભાઇને શોધવાના પ્રયત્ન કર્યા હતા, રણકાંઠાના યુવાનોની ટીમ સતત આધેડને શોધવાની મહેનત કરી હતી. શોધખોળ બાદ પણ આધેડનો પતો મળ્યો ન હતો.

જ્યારે શુક્રવારના રોજ સાતલપુર રણમાંથી દેવજીભાઇની લાશ મળી હતી, લાશ કોહવાયેલી હાલતમાં જેવા મળતા, પોલીસે ધટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details