ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ કેસમાં 6 આરોપીની ધરપકડ, 4 આરોપી ફરાર - crime news

સુરેન્દ્રનગરઃ શહેરમાં જવાહર ચોકમાં ઘુઘરાના દુકાનદારે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ મામલે દુકાનદારના પત્નીએ ચાર શખ્સો સામે આત્મહત્યા કરવા માટે મજબુર કર્યા હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મુદ્દે તપાસ કરતા 10 લોકોના નામ બહાર આવ્યા હતા. જેમાં 6 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને 4ની શોધખોળ ચાલુ છે.

honeytrap case

By

Published : Sep 2, 2019, 7:38 PM IST

સુરેન્દ્રનગરમાં જેલ ચોકમાં રહેતા કનકસિંહ મકવાણા શહેરના જવાહર ચોકમા ઘુઘરાની દુકાન ચલાવતા હતા. ગત્ 23 ઓગસ્ટના રોજ કનકસિંહે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આ બાબતે પરિવારજનોને શંકા જતા મૃતકના પત્નીએ 31 ઓગષ્ટના રોજ પોલીસમાં 4 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, તેમના પતિને હનીટ્રેપમાં ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. જેથી સુરેન્દ્રનગર સીટી-એ ડીવીઝન પોલીસ દ્રારા તપાસ કરવામાં આવતા એક મહીલા દ્વારા ઘુઘરાનો ઓડૅર આપવાના બહાને શહેરમાં જ આવેલ એક મકાનમાં મૃતકને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને બિભત્સ વીડિયો ક્લિપ ઉતારી ત્રણ શખ્સો દ્રારા માર મારી 20 હજારની રોકડ રકમ લુંટી વધુ 20 લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં 10 લાખ આપવાનુ નકકી કરાયું હતું.

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ કેસમાં 6 આરોપીની ધરપકડ, 4 આરોપી ફરાર

તેમ છતાં આરોપીઓ દુકાન નજીક આંટા ફેરા મારી કનકસિંહને રોજ ધમકી આપી બીજા 10 લાખની માંગણી કરી રહ્યા હતા. આ ત્રાસથી કંટાળી અને વધુ પૈસા ન હોવાથી દુકાનદારે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કેસમાં કુલ 10 વ્યક્તિના નામ બહાર આવ્યા છે. ત્યારે પોલીસ દ્રારા ગણતરીના કલાકમાં જ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં 2 મહિલા અને 4 પરુષ છે. તેમજ વધુ 4 લોકોની શોધખોળ હજુ ચાલુ છે. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી મુદ્દામાલ અને રિમાન્ડ મેળવવાની કામગીરી ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details