સુરેન્દ્રનગર: કોરોના વાઇરસને લઇ રાજ્યમાં ગરીબોની હાલત ખરાબ થઇ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવા કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગરમાં રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવાની કોંગ્રેસના ધારાસભ્યની માગ
રાજ્ય સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવા કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરી હતી. જેમાં તમામ પ્રકારના રેશનકાર્ડ પર વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવાની દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરી રજૂઆત કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્યકોંગ્રેસના ધારાસભ્ય
તો આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જો તમામ રેશનકાર્ડ પર અનાજ આપવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેસસે. ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય ઋતિક મકવાણા પણ ઉપવાસ આંદોલનમાં જોડાશે. કોરોના વાઇરસ સામે ગરીબ પરિવારોને પડતી હાલાકીને ધ્યાને લઇ રાજ્ય સરકાર તરત જ નિર્ણય લે તેવી પણ માંગ કરી હતી.