ંસુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા દ્રારા કરવામાં આવતી પ્રિ-મોનસુ કામગીરીની પોલ ખુલી ગઈ હતી. શહેરમાં મોટા ખાડાઓ અને પાણી ભરેલા છે. જે રોડ પર ખાડાઓ પડ્યા છે તેની પર હાલ કામચલાઉ પથ્થર નાખવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્રારા ચોમાસું પહેલા બજેટમાં પ્રિ-મોનસુનની કામગીરી માટે લાખો રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે, કામગીરી સરખી થઈ ન હોય તેમ લાગી રહ્યું છે.
સુરેન્દ્રનગરમાં વરસાદે પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલ્લી પાડી
સુરેન્દ્રનગરઃ શહેરમાં ત્રણ દિવસ પહેલા આવેલ વરસાદે નગરપાલિકાની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખોલી નાખી છે. ધોધમાર વરસાદથી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યારે નગરપાલિકા દ્વારા કામગીરી ન થતા સોમવારે ગણપતિ ફાટક વિસ્તારના લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો.
pre-monsoon operation
એક તરફ ઈદ તો, બીજી તરફ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ત્યારે આ તહેવારોમાં પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જેથી શહેરીજનોને પોતાના ટેક્ષના પૈસા પાણી ગયા હોય તેમ લાગી રહ્યુ છે. શહેરની અંદર લોકો આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ચુક્યા છે. ત્યારે નગરપાલિકા પાલિકાના સભ્યો પણ જોવા ન આવતુ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.