ધાંગધ્રા પંથકમાં મંગળવારે ભારે પવન સાથે વરસાદ પડતા અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા અને વૃક્ષો પડી ગયા હતા તેમજ દીવાલો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. ત્યારે ધાંગધ્રાના હાઈવે પર ફાટક પાસેથી 42 વર્ષીય ગીતાબેન રમેશભાઈ ગરીયા ધાંગધ્રા બજારમાંથી ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રેલવે ફાટક પાસેથી પસાર થતા તે દરમિયાન ભારે પવનને લઈને ફાટકનો થાંભલો મહિલા પર પડ્યો હતો.
ભારે પવન ફુંકાતા રેલવે ફાટકનો થાંભલો મહિલા પર પડ્યો, ઘટના સ્થળે જ મોત
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા બાયપાસ પાસે રેલવે ફાટકનો થાંભલો મહિલા પર પડયો હતો. પસાર થતી મહિલા પર થાંભલો પડતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સ્પોટ ફોટો
અચાનક ગીતાબેન પર થાંભલો પડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને ધાંગધ્રા સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ ધાંગધ્રા તાલુકા પોલીસે અકસ્માતનો અંગે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી.