ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ખાનગી બસ પલટી જતા 1નું મોત, 12 ઈજાગ્રસ્ત - gujarati news

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર શનિવારે મોડી રાત્રે એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે મોડી રાત્રે ટ્રાફિક જામ અને દોડધામ મચી હતી.

સ્પોટ ફોટો

By

Published : May 5, 2019, 8:40 PM IST

ધાંગધ્રા અમદાવાદ હાઈ-વે પર આવેલા દુદાપૂર ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેમાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. અમદાવાદ, આદિપુર, ગાંધીધામ, રાજકોટ સહિતના 12 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ધાંગધ્રા અને ત્યારબાદ ઈજાઓની ગંભીરતાના કારણે સુરેન્દ્રનગર ખાતે ખસેડાયા હતા.

અકસ્માતના સમાચાર ફેલાતા જ ધાંગધ્રાના તાલુકા પોલીસ-108 અને મોટાભાગની એમ્બ્યુલન્સ સહિતના સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા માટે કવાયત હાથ ધરાઈ હતી. વહેલી સવારે ધાંગધ્રા અમદાવાદ હાઈ-વે લોકોની ચીસોથી ગુંજી ઉઠ્યું હતુ. તંત્ર દ્વારા બચાવ કામગીરીની દોડધામ મચી હતી.

ABOUT THE AUTHOR

...view details