ગુજરાત

gujarat

ETV Bharat / state

ધાંગધ્રા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સહાય મામલે મામલતદારને આપ્યું આવેદનપત્ર

લોકડાઉનને કારણે હાલ ફોટોગ્રાફર્સનો ધંધો ભાંગી પડ્યો છે. એવામાં સુરેન્દ્રનગરમાં ફોટોગ્રાફર્સ દ્વારા ધ્રાંગધા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Dhangadhra Mamlatdar , Etv Bharat
Dhangadhra Mamlatdar

By

Published : May 31, 2020, 10:20 AM IST

સુરેન્દ્રનગરઃ હાલ દેશમાં અને રાજયમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે ઘણા લોકોના ધંધા બંધ છે, પરિણામે આવક મેળવવી મુશ્કલે છે. ત્યારે ફોટોગ્રાફી અને વીડિયો ગ્રાફીનો ધંધો કરતા ભાઈઓ દ્વારા રવિવારે ધ્રાંગધ્રા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ધાંગધ્રા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સહાય મામલે મામલતદારને આપ્યું આવેદનપત્ર

લોકડાઉનને કારણે અનેક ધંધા ઠપ્પ થઈ ગયા છે. એવામાં લગ્ન સીઝન કે અન્ય કોઈ પ્રસંગો પણ કોરોનાને કારણે અટક્યા છે. આ દરમિયાન ફોટોગ્રાફર્સને આવક મેળવવી મુશ્કેલ બની છે. ત્યારે સુરેનદ્રનગરમાં ફોટોગ્રાફર્સ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ સાથે જ આ લોકો માટે કોઈ આર્થિક સહાય સરકાર જાહેર કરે તેવી અપીલ એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે.

લોકડાઉનના નિયમનું પાલન કરી તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી ફક્ત એસોસિયેશનના પાંચ સભ્યો દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details