ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં યુવક યુવતીના સંબંધને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ફાયરિંગ, હત્યા અને જૂથ અથડામણના બનાવો વધી રહ્યા છે. ત્યારે ફરી એક વાર વડનગર વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક જ સમાજના બે લોકો વચ્ચે બોલાચાલી થતા સાત જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી એક વ્યક્તિની હત્યા કરી હતી.

SurendranaSgar

By

Published : Oct 10, 2019, 2:52 AM IST


સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવુ લાગી રહ્યું છે. મંગળવારે મોડી રાત્રે શહેરના વડનગર વિસ્તારમાં એક જ સમાજના બે પાડોશીના યુવક અને યુવતી વચ્ચે મૈત્રી સંબંધો હોવાથી તે બાબતે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. ત્યારે આરોપીની પુત્રી સાથે મૃત્યું પામનાર ભીખાભાઈ દેત્રોજાના પુત્રનો આરોપીના પુત્રી સાથે મૈત્રી સંબંધ હોવાને કારણે ઝઘડો થયો હતો. જેમાં સાત જેટલા આરોપીઓએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકના પિતા ભીખાભાઈની હત્યા કરી હતી.

સુરેન્દ્રનગરમાં યુવક યુવતીના સંબંધને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ

આ હત્યાની જાણ થતાં જ સુરેન્દ્રનગર A-ડિવિઝનના DYSP અને ડી સ્ટાફ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગણતરીના કલાકોમાં જ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં બંને પક્ષોથી સામસામે ફરિયાદ લઇ તેમજ મૃત્યુ પામનાર ભીખાભાઇના મૃતદેહને પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તો ચાર આરોપીઓને પોલીસે અટકાયત કરી છે. તેમજ બે મહિલા સહિત અન્ય એક આરોપીને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હત્યામાં વપરાયેલા હાથિયારો કબ્જે કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details