સુરેન્દ્રનગરમાં માતા-પુત્રીના ડબલ મર્ડરથી સમગ્ર પંથકમાં ચકચાર - gujarati news
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં લૂંટ અને હત્યા સહિતના બનાવોએ જાણે માઝા મૂકી હોય તેમ ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે શનિવારે સુરેન્દ્રનગરના અલગ-અલગ વિસ્તારમાંથી માતા-પુત્રીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
Double Murder
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા રામેશ્વર ટાઉનશીપમાં રહેતી મહિલા ભાલિકાબેન દુર્લભભાઇ ભટ્ટ ઊ.વ. 42ની ઘરની બહાર તિક્ષ્ણ હથીયારો વડે હત્યા કરાયેલી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોએ પોલીસને કરતા DY.sp સહિત જોરાવરનગર, વઢવાણ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.