ટીવીમાં પ્રચંડ બ્લાસ્ટ, માતા અને પુત્રીના મોત - surendranagar
સુરેન્દ્રનગર: જિલ્લામા ચોટીલાના આણંદપુર ગામે શુક્રવારે મોડી રાત્રે અચાનક મકાનમાં આગ લાગતા માતા અને પુત્રીનું મોત થયુ હતું.
ચોટીલાના આણંદપુરમાં રાત્રીના સમયે અચાનક ટીવીના વાયરમાં શોટ સર્કીટ સર્જાતા બાજુમાં રહેલા ગોદડામા આગ લાગી ગઈ હતી. જેને લઈને સમગ્ર ઘરમાં આગ ભભુકી ઊઠી હતી. આ આગમાં માતા મકાનનો દરવાજો ન ખોલી શકતા માતા રતનબેન અશોકભાઈ વાધેલા અને તેમની પુત્રી બંસી અશોકભાઈ વાઘેલાનું મોત થયું હતું. આગ લાગ્યાની જાણ બાજુમાં રહેતા જેઠાણીને થતાં તેઓ બચાવવા જતાં તેઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી. જેને સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે બામણબોર પોલીસ ધટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ આ ધટનાને લઈને સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે.