ગુજરાત

gujarat

ETV Bharat / state

દસાડા-પારડીના ધારાસભ્યો અને ગ્રામજનોએ માર્ગમકાન કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા-પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનો દ્વારા વણા અને ધણાદ વચ્ચે નાળાનું કામ શરૂ ન થતા માર્ગમકાન કચેરીમાં જ ધરણા કરી વિરોધ નોંધાવયો હતો.

By

Published : May 2, 2019, 11:24 PM IST

સ્પોટ ફોટો

સુરેન્દ્રનગર માર્ગ મકાન કચેરી ખાતે ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનો દ્રારા ધરણા યોજવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી વણા અને ધણાદ વચ્ચે નાળાનુ કામ ચાલુ કરવા લેખિત રજૂઆત ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા કરવામાં આવી હતી અને 15 દીવસમાં આ કામ ચાલુ નહી કરવામાં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

ધારાસભ્ય ગ્રામજનો સાથે માર્ગમકાન કચેરીમાં જ બેઠા ધરણા પર

જેને લઈને ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનો સુરેન્દ્રનગર માર્ગ અને મકાન કચેરીમાં આવીને ધરણા પર બેસી ગયા હતા, અને કામ ચાલુ ન કરે ત્યા સુધી બેસી રહેવાનુ કહ્યું હતું પરંતુ, હાજર માર્ગમકાન અધિકારી રાઠોડ દ્વારા બે દીવસમા કામ ચાલુ કરવાની ખાતરી અપાતા ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા હાલ પુરતા ધરણા પુરા કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં જો કામ ચાલુ કરવામાં નહી આવે તો ઉગ્ર આદોલનની પણ ચિમકી આપી હતી.

ત્યારે આ નાળુ ન બનવાને કારણે હાલ વણા ,ધણાદ, ડુમણા સહીતના આજુબાજુ ના દસ ગામોના લોકોને ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે, ત્યારે ગામ લોકો પણ ઈરછી રહયા છે કે જલ્દી આ નાળુ બનાવવામાં આવે જેથી વિધાથીઓને પણ હાલાકી ન પડે.

ABOUT THE AUTHOR

...view details