સુરેન્દ્રનગર: કોરોના વાઈરસને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. લોકોને પોતાના ઘરમા જ રહેવા માટે સરકાર અપીલ કરી રહી છે. 21 દિવસ સુધી સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી, જેનો આજે છેલ્લો દિવસ છે. લોકો ઘરમાં સુરક્ષીત રહે જેથી આ કોરોના વાઈરસ ન ફેલાય અને લોકો વાઈરસના સક્રમણથી બચી જાય, પરંતુ મોટા માહાનગરોમાં લોકો યેનકેન બહાને બહાર ફરતા જોવા મળે છે.
લોકડાઉન હોવા છતા બહાના બનાવી લટારો મારતા જોવા મળે છે. જેથી માહાનગરોમાં કોરોના પોઝિટિવ કેસો વધુ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો પોતે પોતાની જવાબદારી સમજી લોકડાઉનનો અમલ કંડકપણે કરતા જોવા મળે છે. હાલ કોઇ બહારના લોકો કોઈ ગામ કે શહેરમાં ન આવે જે લોકો જ્યા હોઇ ત્યા જ રહે તે માટે સરકારે પણ સચનાઓ આપેલી છે.
લોક ડાઉનમાં ખેરાળી ગામ એક મીસાલ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના 5000ની વસ્તી ધરાવતા ખેરાળી ગામે હાલ કોરોના વાઈરસને કારણે આપવામાં આવેલા લોકડાઉનને પગલે ગામમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગામના લોકો પણ ચુસ્તપણે લોકડાઉનનો અમલ કરે તે માટે ગામના 4થી 5 યુવકો અને સરપંચ દ્રારા ગામના મુખ્ય પ્રવેશ દ્રારા પર ફાટક બનાવી છે.
લોક ડાઉનમાં ખેરાળી ગામ એક મીસાલ ગામમાં પ્રવેશતા અને બહાર જતા લોકોની રજીસ્ટરમાં નોંધ રાખવાની અને ગામમાં લોકો પ્રવેશ કરે એટલે ગામ બહારથી જ પહેલા સેનેટાઇઝથી હાથ સાફ કરવા અને ફરજીયાત માસ્ક પહેરવા પર અમલવારી કરી છે. તેમજ ગામમાં દવા છંટકાવ કરી સેનેટાઇઝ પણ કરવામાં આવે છે. જેથી કોરોના વાઈરસથી ગામના લોકો સુરક્ષીત રહે.
લોક ડાઉનમાં ખેરાળી ગામ એક મીસાલ ઉલ્લેખનીય છે કે, હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં એકપણ કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી.