ગુજરાત

gujarat

ETV Bharat / state

લીંબડી હાઇ-વે પર પાસે એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત - Gujarati News

સુરેન્દ્રનગરઃ રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર લીંબડી પાસે ધોરાજી ખાતે દર્દીને મુકીને અમદાવાદ જતી એમ્બ્યુલન્સને લીંબડી હાઈવેના બગદાણા સી.એન.જી.પંપ પાસે અકસ્માત નડ્યો હતો. એમ્બ્યુલન્સ ચાલકને ઇજા થતા સારવાર માટે અમદાવાદ લઈ જવાયો હતો.

લીંબડી હાઇવેના બગદાણા સી.એન.જી પંપ પાસે એમ્બ્યુલન્સ અને કારને નડ્યો અકસ્માત

By

Published : May 19, 2019, 12:41 PM IST

ધોરાજીથી દર્દીને મુકીને અમદાવાદ તરફ જતી હતી, ત્યારે લીંબડી હાઈ-વે પર આવેલા સી.એન.જી પંપ પાસે એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર એક જ પરિવારના 2 પુરૂષો અને 3 મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એમ્બ્યુલન્સ ચાલક બળદેવભાઈ કાનજીભાઈ રાણાને ઇજા પહોંચતા સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ઘટના સ્થળે જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબડી હાઇવેના બગદાણા સી.એન.જી પંપ પાસે એમ્બ્યુલન્સ અને કારને નડ્યો અકસ્માત

ABOUT THE AUTHOR

...view details