- કિરીટસિંહ રાણાને CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સ્થાન
- શપથગ્રહણ સમારોહમાં પદ અને ગોપનીયતાના શપથ લીધા
- 8 વખત ચૂંટણી લડ્યા, 5માં જીત
- રાણા આ પહેલા પણ પ્રધાનપદની જવાબદારી નિભાવી ચૂક્યા છે
ન્યુઝ ડેસ્ક: એકસમયે રુપાણીના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળમાં જગ્યા લેશે કે નહીં તેવું પૂછાતા કિરીટસિંહ રાણાએ જવાબ આપ્યો હતો કે 'જો સરકાર અને સંગઠન કહેશે તે તમામ જવાબદારી હું નિભાવીશ, પરંતુ પ્રધાન બનવાની કોઈ અપેક્ષા નથી." તો ત્યારે રાજી રહેલાં રાણાને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રધાનપદની જવાબદારી આપવામાં આવી છે. 16 સપ્ટેમ્બરે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં કિરીટસિંહ રાણાએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા છે.
8 વખત વિધાનસભાની ચૂંટણી લડી
લીંબડી વિધાનસભા પેટાચૂંટણીમાં ટિકિટ અપાઈ ત્યારે રાણાએ કહ્યું હતું કે, મેં મારા કાર્યકાળ દરમિયાન આઠમી વખત વિધાનસભાની ચૂંટણી લડી છે. જેમાં 5 વખત વિજય અને 3 વખત હારનો સામનો કર્યો હતો. પોતાની જીત વખતે તેઓએ જણાવ્યું હતું કે, હવે મારા જે અધૂરા કામો - વિકાસકાર્યો બાકી છે તે પૂર્ણ કરીશ. હવે પ્રધાનપદ પામતા રાણાના કામો વેગ પકડશે તેવી તેમના મતદારોની આશા રહેશે.
કિરીટસિંહ રાણાની વધુ કેટલીક માહિતી જોઇએ તો
નામઃ કિરીટસિંહ જીતુભા રાણા
જન્મ તારીખ: 07 જૂલાઈ 1964
વૈવાહિક સ્થિતિ: પરિણીત