ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના સાયલામાં 24 કલાકની અંદર 3 ગંભીર ઘટના આવી સામે

સુરેન્દ્રનગરઃ લોકોને કાયદાનો ડર ન હોય તેમ ખુલ્લે આમ ફાયરિંગ અને હત્યાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં જ સાયલા તાલુકાના ચોરવીરા અને નીનામા ગામમાં ફાયરિંગના બનાવને હજુ કલાકો પણ નથી થયા ત્યાં ફરીથી સાયલામાં એક લાશ મળી આવી છે.

By

Published : May 7, 2019, 9:29 AM IST

સ્પોટ ફોટો

સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા જાણે હોય જ નહી તેમ બનાવો બની રહ્યા છે. તાજેતરમાં ચોરવીરા અને નિનામા ગામે ફાયરિંગની ઘટનાના આરોપી હજુ પકડાયા નથીને ફરી એકવાર અમદાવાદના નિવૃત એર્ગિકલ્ચરના કર્મચારીની હાઈવે પરથી ગળાના અને છાતિના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમા લાશ મળી આવતા સમગ્ર પંથકમાં પોલીસ કામગીરીથી ચકચાર મચી જવા પામી છે.

આ બાબતે સ્થાનિક લોકો દ્વારા રવિવારે બપોરથી આ કાર અહીં પડી હોવાની જાણ પોલીસને કરતા સાયલા પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ કરતા ગંભીર હાલતમાં લાશ જોવા મળતા લિબંડી DySP, LCB, SOG, ડોગ સ્કોડ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કારમા પડેલી લાશની તપાસ કરતા અમદાવાદના સોનલ પાકૅ વિસ્તારમાં રહેતા નિવૃત એર્ગિકલ્ચર કર્મચારી ગુણવંતરાય ભટ્ટ હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે તેઓના મોબાઈલ દ્વારા તેઓના પુત્રનો સંપર્ક કરતા રવિવારે સવારે 10 કલાકે અમદાવાદથી જૂનાગઢ જવા નિકળ્યા હતા. તેમજ તેઓની પાસે કોઈ જોખમી કે કિંમતી વસ્તુઓ ન હતી. તેઓ અવાર નવાર જુનાગઢ એક બે દિવસ માટે જતા જ હોય છે. તેઓને કોઈની સાથે દુશ્મની પણ ન હતી. સોમવારે બપોરે સાયલા નજીકથી અમદાવાદ તરફ જવાના રસ્તા પર કાર માથી લાશ મળી આવતા ચકચાર મચી ગંઈ હતી.

આ બાબતે DySP કક્ષાએ હાલ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે. આગમી સમયમાં સમગ્ર બનાવનો ભેદ ઉકેલ માંથાનો દુખાવો સાબિત થશે તેમજ હાલ પોલીસે તેમના પરિવાર લોકોના નિવેદનને આધારે તપાસ હાથ ધરી છે.

સાયલામાં 24 કલાકની અંદર ત્રણ ગંભીર ઘટના

સુરેન્દ્રનગર સાયલા તાલુકામાં 24 કલાકની અંદર ત્રણ ગંભીર ઘટના બનતા પોલીસ માટે પણ ચેલેન્જ સમાન બની રહ્યું છે. હવે જોવાનું રહ્યુ કે, પોલીસ કેટલા કલાકની અંદર આ હત્યાઓનો ભેદ ઉકેલે છે.

ABOUT THE AUTHOR

...view details