ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘુડખર અભયારણ્ય આગામી પાચ મહિના માટે બંધ

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલા છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. ત્યારે હાલ ચોમાસાની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પીરીયડ હોય છે. તેને ખલેલ ન પડે તે માટે આગામી તારિખ 15 ઓક્ટોબર સુધી વન વિભાગ દ્વારા ઘુડખર અભ્યારણ્યને બંધ કરવામાં આવશે.

સ્પોટ ફોટો

By

Published : Jun 17, 2019, 12:47 AM IST

આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા મળતા નથી.જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. ત્યારે ઘુડખરનાં બ્રીડીંગ પીરીયડ દરમિયાન ચારથી પાંચ મહિના અભ્યારણ્ય બંધ રાખવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ તારિખ 15 જુનથી અભ્યારણ્ય બંધ કરવામાં આવતા પર્યટકોને પાંચ મહિના સુધી રાહ જોવી પડશે.

ઘુડખર અભયારણ્ય પાચ મહિના માટે બંધ

છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનારા પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 20,000થી વધુ લોકો આવેલ જેમાં 2000 જેટલા વિદેશી મુલાકાતી પણ આવ્યા હતા. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. ગત વર્ષે 35 લાખથી વધુ આવક આ વિભાગને થઇ હતી. દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. સાથે છેલ્લે થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 4500 જેટલી નોંધાયેલી છે.

ABOUT THE AUTHOR

...view details