સુરેન્દ્રનગરઃ શહેરમાં લૂંટની ઘટનાઓમાં પ્રતિદિન વઘારો થઈ રહ્યો છે. હાલમાં જ શહેરના વેપાર સાથે છેતરપીંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગઠીયા 30 ટકા ઓછા ભાવે સસ્તુ સોનું આપવાનું કહીં વેપારીના રૂપિયા 13.60 લાખ લઈને છૂમંતર થઈ ગયા હતા. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લીંબડીમાં સસ્તુ સોનું લેવાની લાલચે આવેલા રાજકોટના વેપારી સાથે છેતરપિંડી મળતી માહિતી પ્રમાણે, શહેરમાં NCP અને VNC મશીનરીનું ટ્રેડિંગ કરતા વેપારી વસંતભાઈ લક્ષ્મણભાઈ લીંબાણી અને તેમના પુત્ર મિતલ લીંબાણીને તેમની સાથે કામ કરતો કુલદીપ ગઢવી નામના શખ્સ રતનપરમાં રહેતો અબ્બાસ રસુલભાઈ 30 ટકા ઓછા ભાવે સસ્તુ સોનું આપી રહ્યો હોવાની વાત કરી હતી.
આ અંગે સુરેન્દ્રનગરમાં એકવાર મિટિંગ પણ કરાઈ હતી અને લીંબડી હાઈવે પર 13.60 લાખ રૂપિયામાં 500 ગ્રામ સોનું આપવાનું નક્કી થયું હતું. રાજકોટના વેપારી પિતા-પુત્ર તેમના મિત્રો સાથે લીંબડી હાઈવે પર 30% ઓછા ભાવે સસ્તુ સોનું લેવા આવ્યા હતા.
લીંબડી હાઈવે પર એક સફેદ કલરની મહિન્દ્રા એસયુવી કાર ઊભી રહી હતી. કારમાં આવેલા 3 શખ્સોએ વસંતભાઈને કારમાં બેસાડી રૂપિયા બતાવવાનું કહ્યું હતું. સોનું હાઈવે પરના મંદિર પાસે આપવામાં આવશે તેમ કહીં મીતલ લીંબાણી અને તેના મિત્રોને ત્યાંથી રવાના કર્યા હતાં. વસંતભાઈને કારમાં બેસાડી તેમના ગળા પર છરો રાખી 13.60 લાખ રૂપિયા લઈ ત્રણેય ગઠીયા નાસી છુટયા હતા.