ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી પડતા 4 લોકોના મોત

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી પડતા ચાર લોકોનો મોત થયા છે.

સુરેન્દ્રનગરમાં વીજળી પડતા 4 લોકોના મોત

By

Published : Jun 27, 2019, 10:09 AM IST

Updated : Jun 27, 2019, 11:55 AM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓળખ ગામમાં વીજળી પડતાં ખેતરમાં કામ કરતા હંસાબેન સાકરીયા અને પ્રવીણભાઈ ભડાણિયા બેભાન થઈ ગયા હતા. જેથી બંનેને તાત્કાલિક લખતર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હંસાબેનને તબીબે મૃત જાહેર કર્યા હતા, જ્યારે પ્રવીણભાઈને સુરેન્દ્રનગર હોસ્પીટલમાં મૃત જાહેર કરાયા હતા.

સુરેન્દ્રનગરમાં વીજળી પડતા 4 લોકોના મોત

સાથે જ સાયલાના હડાળા ગામે રહેતા અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ગીતાબેન (ઉં.વ. 35) અને જેતપરાના ચંપાબેન (ઉં.વ. 50) ના વીજળી પડતાં મોત થયા હતા. આ બનાવને પગલે નાના ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

Last Updated : Jun 27, 2019, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details