ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ઝડપાયો મુન્નાભાઈ MBBS, ગેરકાદેસર રીતે પ્રેક્ટીસ કરતો ડૉક્ટર ઝડપાયો - surendranagar

સુરેન્દ્રનગર: જિલ્લામાં આવેલા વઢવાણ તાલુકાના નગરા ગામે એક મુન્નાભાઇ MBBSની જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. આ તબીબ ગેરકાદેસર રીતે તબીબની પ્રેક્ટીસ કરતો હતો. ગામમાં પોતે ડૉક્ટર તરીકે પ્રખ્યાત હતો. જે કોઇપણ પ્રકારના ડૉક્ટરના સર્ટીફિકેટ વિના જ લોકોને સારવાર કરતો હતો. જેની જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

બોગસ તબીબ

By

Published : Jul 12, 2019, 9:43 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા નગરા ગામે મુળ હુસૈનપુર ઉત્તરપ્રદેશનો 22 વર્ષિય અનુજ ખુદીરામ ધરામી પોતે ડૉક્ટર ન હોવા છતા નગરામાં તબીબની ગેરકાદેસર રીતે પ્રેક્ટીસ કરતો હતો. તો આ અંગેની ચોક્કસ બાતમીના આધારે પોલીસ વિભાગ દ્વારા આ મુન્નાભાઇ MBBSની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપી અનુજની જોરાવરનગર પોલીસ વિભાગ દ્વારા દવાઓ અને અન્ય સામગ્રી મળીને કુલ 33,514ની કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.

બોગસ તબીબની કરાઇ ધરપકડ

ABOUT THE AUTHOR

...view details