ગુજરાત

gujarat

સુરેન્દ્રનગરમાં દિવ્યાંગોને લગ્ન સહાયના ચેકનું થયું વિતરણ

રાજય સરકારની યોજના મુજબ દિવ્યાંગોને લગ્નમાં સહાય આપવામાં આવે છે. જેમાં દિવ્યાંગ યુવક-યુવતી પરસ્પર લગ્ન કરે તો રૂપિયા 1 લાખની સહાય મળે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બુધવારના રોજ જિલ્લા કલેક્ટરની હાજરીમાં 10 દંપતીઓને રૂપિયા 20 લાખની સહાયના ચેક અપાયાં હતાં.

By

Published : Mar 15, 2020, 10:24 AM IST

Published : Mar 15, 2020, 10:24 AM IST

સુરેન્દ્રનગરમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને લગ્ન સહાયના ચેકનું વિતરણ
સુરેન્દ્રનગરમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને લગ્ન સહાયના ચેકનું વિતરણ

સુરેન્દ્રનગરઃ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગ હેઠળના સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના કાર્યરત છે. જેમાં દિવ્યાંગ યુવક-યુવતી પરસ્પર લગ્ન કરે તો રૂપિયા 1 લાખ અને દિવ્યાંગ યુવક-યુવતી અન્ય સાથે લગ્ન કરે તો રૂપિયા 50 હજારની સહાય મળે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બુધવારે દિવ્યાંગોને લગ્ન સહાયના ચેકનું વિતરણ કરવાનું આયોજન કરાયું હતું.

સુરેન્દ્રનગરમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને લગ્ન સહાયના ચેકનું વિતરણ

આ આયોજનમાં જિલ્લા કલેક્ટર કે. રાજેશના હસ્તે 20 દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા 10 લાખના ચેક અપાયા હતાં. આ દિવ્યાંગ દંપતીઓમાંથી 8 દિવ્યાંગોએ પરસ્પર લગ્ન કરતા રૂપિયા 1 લાખ અને 12 દિવ્યાંગોને રૂપિયા 50 હજારની સહાય અપાઈ હતી. આ અંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એન. મકવાણા અને જે.કે. ચૌહાણે જણાવ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષમાં દિવ્યાંગ લગ્ન સહાય અંતર્ગત 74 લાભાર્થીઓને રૂપિયા 6.70 લાખના ચેક અપાયા છે.

સુરેન્દ્રનગરમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને લગ્ન સહાયના ચેકનું વિતરણ

ABOUT THE AUTHOR

...view details