ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોટીલાની યુવતીનું અપહરણ કરનારો લંપટ ધવલ ત્રિવેદી હિમાચલથી ઝડપાયો - himachal

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાંથી 22 મહિના પહેલા ધવલ ત્રિવેદી નામના એક આરોપીએ યુવતીનું અપહરણ કર્યું હતું. જે હવે હિમાચલ પ્રદેશથી ઝડપાયો છે.

chotila
chotila

By

Published : Sep 13, 2020, 7:29 PM IST

નવી દિલ્હીઃ મળતી માહિતી પ્રમાણે, આંતરરાજ્ય સેલ, ક્રાઇમ બ્રાંચ, દિલ્હીની ટીમે વોન્ટેડ અને લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની ધરપકડ કરી છે. આ લંપટ શિક્ષકને પકડવા માટે મુંબઈ CBIએ 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આ અંગે દિલ્હી ક્રાઈમ બ્રાંચે કહ્યું કે, આ લંપટ શિક્ષક ભણાવવાની લાલચ આપી ટ્યુશન દરમિયાન સગીરાનું જાતીય શોષણ કરતો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, આ અગાઉ ધવલ ત્રિવેદી ચોટીલામાં ટયુશન કલાસ ચલાવતો હતો, તેને રાજકોટમાં જન્મટીપની સજા થઇ હતી. આ ધવલ ત્રિવેદી નામનો શખ્સ 22 મહિના પહેલા એક યુવતીને લલચાવીને ભગાડી ગયો હતો, ત્યાર બાદ જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં તેનો પત્તો લાગ્યો નહોતો. આ દરમિયાન આ યુવતી તેમના એક બાળક સાથે ચોટીલા પોતાના પિતાના ઘરે પરત ફરી હતી. જો કે, યુવતી પરત ફર્યા બાદ ધવલ ત્રિવેદી કયાં છે? તે અંગે પુછપરછ સીબીઆઇની ટીમ દ્વારા કરવામાં આવી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.

પોલીસ દ્વારા શોધખોળ કરવા છતાં પણ આ શિક્ષક નહીં મળતા સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી. આ લંપટ શિક્ષક પર 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે લંપટ શિક્ષક દોષિત ધવલ ત્રિવેદીને ઝડપી લેવા માટે ગુજરાત પોલીસ પાસેથી કેસ લઈને સીબીઆઈને ટ્રાન્સફર કરી દુષ્કર્મના દોષિત ત્રિવેદીને કોઈપણ ભોગે ઝડપી લેવા આદેશ કર્યો હતો. ધવલ ત્રિવેદીને ગત વર્ષે પડધરીમાંથી ધોરણ 11માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને દુષ્કર્મ કરવાના આરોપસર આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, ત્યારબાદ ઓગસ્ટ 2018માં ધવલ ત્રિવેદી પેરોલ પર જેલ બહાર આવ્યો અને ચોટીલાની સગીરાને લઈ નાસી છૂટ્યો હતો. આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવા દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, સીબીઆઈ માટે આ એક ખૂબ પડકારજનક કામ છે, કોર્ટને સીબીઆઈ પાસે આશા છે કે, સીબીઆઈ અપેક્ષાઓ પર ખરી ઉતરશે.

આજીવન કારાવાસની સજાના હુકમના 4 મહિના પછી ધવલ પેરોલ પર છૂટી ચોટીલા ગયો હતો. ચોટીલામાં ધર્મેન્દ્ર દવે તરીકે ઓળખ સાથે ક્લાસિસ સંચાલકને મનાવી લીધાં અને ચાર દિવસમાં 8-10 વિદ્યાર્થિનીએ ક્લાસ જોઈન્ટ કરી લીધા હતાં. જેના એક જ સપ્તાહમાં 56 વર્ષના ધવલે 18 વર્ષીય વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. જો કે, 12 ઓગસ્ટે જેલમાં પરત હાજર થવાના આગલા જ દિવસે ધવલ એ યુવતીને લઈને રફુચક્કર થઈ ગયો હતો.

આ અંગે યુવતીના પિતાએ ચોટીલા પોલીસમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા ધવલની વધુ એક કરતૂત સામે આવી હતી. યુવતીને લઈને ભાગેલો ધવલ અમદાવાદ પહોંચ્યો હતો અને જેલમાં સંપર્કમાં આવેલા ભાવનગરના શંકર નામના પરિચિત મારફતે અમદાવાદ આંગડિયામાં 10 હજાર રૂપિયા મંગાવ્યા હતા. પોલીસે આંગડિયાના ફૂટેજ મેળવી ધવલની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ રાજ્ય બહાર ભાગી ગયેલા ધવલ અને અપહ્યત યુવતીનો કોઈ પત્તો મળ્યો નહોતો. જો કો, યુવતી એક બાળક સાથે ચોટીલા પોતાના પિતાના ઘરે પરત ફરી હતી.

ABOUT THE AUTHOR

...view details