ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંધલપુર ગામ 5 દિવસ માટે સંપૂર્ણપણે બંધ - Dhandhalpur

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં હાલ કોરાના વાયરસના 7 કેસ આવતા ધાંધલપુર ગામના સરપંચ અને વેપારી અને ગામના આગેવાનો દ્વારા 5 દિવસ માટે સંપૂર્ણપણે દુકાનો અને બહારથી આવતા લોકો માટે ગામ બંધ કરવામા આવ્યું છે.

Corana virus
ધાંધલપુર ગામ 5 દિવસ માટે સંપૂર્ણપણે બંધ

By

Published : May 22, 2020, 10:46 AM IST

સુરેન્દ્રનગર : હાલ જયારે ગુજરાતના લોકડાઉન બાદ વેપારમા લોકોને છુટછાટ ધંધા રોજગારમા આપવામા આવી છે. ત્યારે કોરાના વાયરસના સંક્રમણને અટકાવા માટે સ્વેચ્છાએ ધાંધલપુર ગામના કરિયાણા અને પાન મસાલાના ગલ્લાવાળા અને વસ્તુઓના વેપાર કરતા લોકો અને ગામલોકોએ જાગૃતિના ભાગરુપે આ સાવચેતીના કાર્યમા જોડાયેલા છે. હાલ 5 દિવસ માટે દુકાન બંધ રાખેલ છે અને આવનાર સમયમા કોરાના પોઝિટિવ કેસ વધારે આવે તો આવનાર દિવસમા પણ દુકાનો બંધ રાખવા માટે સહમતી બતાવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંધલપુર ગામ 5 દિવસ માટે સંપૂર્ણપણે બંધ
સાયલા તાલુકામાં હાલ જે કોરાનાના 7 કેસ સામે આવ્યા, તે ધાંધલપુર ગામના આજુબાજુના ગામ હોવાના કારણે અને ધાંધલપુરમા નાના મોટી 100 જેટલી દુકાનો આવેલી છે. તેમજ આજુબાજુના ગામના લોકો ખરીદી માટે આવતા હોય છે. તેના કારણે ધાંધલપુર ગામના લોકો દ્વારા આ નિર્ણય લેવામા આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details