ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડ પ્રાથમિક સુવિધાથી વંચિત

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાનું વડુ મથક છે, પરંતુ આ શહેરના બસ સ્ટેન્ડ જોઈને એવું લાગે નહીં. પૂર્વ ધારાસભ્ય વર્ષાબહેન દોશીએ આજથી 6 વર્ષ પહેલા જાહેરાત કરી હતી કે, એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ બનશે પરંતુ આજે વર્ષો વીતવા છતા શહેરનું બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું તો ન બન્યું પણ ગ્રામ્ય કક્ષાના બસ સ્ટેન્ડ જેવું પણ નથી રહ્યું. શું છે આખો મામલો જોઈએ આ અહેવાલમાં...

By

Published : May 19, 2019, 1:52 PM IST

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્રાર તરીકે ગણાતા, સુરેન્દ્રનગરનુ બસ સ્ટેન્ડ પ્રાથમિક સુવિધાથી વંચિત

સુરેન્દ્રનગર શહેરમાં આવેલું જિલ્લા કક્ષાનું બસ સ્ટેન્ડ 6 વર્ષ પહેલા વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષા બહેન દોશીએ એવી જાહેરાત કરી હતી કે, આ બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવું બનાવવામાં આવશે, પરંતુ થયું ઉલટું...આ દર્શ્યો એરપોર્ટ જેવા તો ન બન્યા, પરંતુ સામાન્ય બસ સ્ટેશનમાંથી પણ શહેરીજનોને બાકાત રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 5 વર્ષ પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યના 7 બસ સ્ટેશનો એરપોર્ટ જેવા બનાવવામાં આવશે જેમાં તમામ સુવિધાઓ હશે, જેમાં સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો.

જુના જર્જરિત બસ સ્ટેશનને આશરે 3 વર્ષ પહેલા પાડી દેવામાં આવ્યું હતુ, પરંતુ ત્યારબાદ નવા બસ સ્ટેશનની કામગીરી શરુ કરવામાં નથી.નવા બસ સ્ટેશનની રાહ જોઈ રહેલા શેરીજનોને મળ્યુ માત્ર કામચલાઉ બસ સ્ટેશન અને એ પણ અસુવિધાઓથી ભરપૂર બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ પણ નથી ,બેસવાની પૂરતી વ્યવસ્થા નથી,જે સેડ બનાવવામાં આવ્યા એ પણ પૂરતા નથી ,ઠંડા પાણીની વ્યવસ્થા નથી, એક એટીએમ મશીન છે તે પણ હમેશા બંધ હોય છે. ત્યારે ગરમીથી હેરાન મુસાફરોને હવે ચોમાસામાં પલળવું પણ પડશે હવે શિયાળામાં પણ ઠંડીમાં આજ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ

સુરેન્દ્રનગર શહેરનું આ બસ સ્ટેશન 5 વર્ષ પહેલા 22 કરોડના ખર્ચએ ડીઝાઇન ઇન્ડિયન ડીલ ફાઈનાન્સ ઓપરેટીવ એન્ડ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત પીપીના ધોરણે બનાવવાની જાહેરાત કરી હતી. હાલ 6 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છતાં આ બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત હતુ એ પણ બસસ્ટેન્ડ પાડી દેવામાં આવ્યુ હતુ.ત્યારે સુરેન્દ્રનગરએ સૌરાષ્ટ્રના પ્રવેશ દ્રારા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.બીજી તરફ ડેપો મેનેજરને પૂછતા તેમણે પણ સ્વીકાર્યું હતું કે મુસાફરોને કામચલાવું બસ સ્ટેશનથી મુશ્કેલીઓ પડી રહી છે.

બસ સ્ટેશન બનાવવા માટે સરકારમાંથી ગ્રાન્ટ આવી ગઈ છે.પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર યોજનાના નિયમો મુજબ બનાવવા તૈયાર નથી. ફરીવાર ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે.ત્યારે તેમના દ્વારા ઉપરના લેવલે પણ શહેરના બસ સ્ટેન્ડની કથળેલી હાલત અને મુસાફરોની મુશ્કેલીઓ વિષે જણાવવામાં આવ્યું છે અને તેમના દ્વારા હાલમાં થાય તેટલા પ્રયત્નો સુવિધાઓ આપવામાં આવી રહ્યા છે,તેમજ સેડને લઈને મુસાફરોને મુશ્કેલી પડી રહી છે તેની પણ જાણ વિભાગીય કચેરીને કરવામાં આવી છે. દરરોજના 12થી 13 હજાર લોકો મુસાફરી કરે છે.

ABOUT THE AUTHOR

...view details