આ બનાવની મહિલા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અપહરણ થયેલાં બાળકને છોડાવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી મોડી સાંજે એક આરોપી ભાવેશ વાળાને ઝડપી લીધો હતો. જો કે, 3 આરોપી ફરાર છે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસે આવેલા વાદીપરા રહેતા મનીષભાઈ નવીનચંદ્ર રાઠોડ પત્નીએ આરોપીની પત્નીને જાણ કરી હતી કે, તેનો પતિ બીજી કોઇ સ્ત્રી સાથે નાસ્તો કરતો હતો. જેથી રોષે ભરાયેલાં આરોપીએ ફરિયાદીના ઘરે જઇને તેની પત્નીને લાફો માર્યો હતો, અને તેના 15 વર્ષીય પુત્રનું અપહરણ કર્યુ હતું.
પર સ્ત્રી સાથેના સંબંધની જાણ કરતી પત્નીની બહેનપણીના પુત્રનું કર્યુ અપરણ
સુરેન્દ્રનગરઃ શહેરના વાદીપરા વિસ્તારમાં રહેતા મનીષભાઈ નવીનચંદ્ર રાઠોડના પુત્રનું અપરણ થયું હતું. ફરિયાદીની પત્નીએ આરોપીની પત્નીને કોઇ બીજી સ્ત્રી સાથે નાસ્તો કરતા હોવાની જાણ કરી હતી. જેથી આરોપીએ ફરિયાદીના દિકારાનું અપરહરણ કર્યુ હતું. ફરિયાદીએ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરમાં બીજી સ્ત્રી સાથે સંબંધની જાણ કરતી પત્નીની બહેનપણીના પુત્રની કર્યુ અપરણ, પોલીસે 4 આરોપી પૈકી કરી 1 ધરપકડ
મળતી માહિતી પ્રમાણે, આરોપી જ્યેન્દ્રસિંહ, મહેશભાઈ ભરવાડ, ભાવેશભાઈ વાળા, અમિશભાઈ સહિતનાઓએ મનીષભાઈના ઘરે જઈ તારો પતિ ક્યાં છે? તેમ કહી જાગૃતીબેનને લાફો મારી 15 વર્ષના પુત્ર રોમીલનું અપહરણ કર્યુ હતું. ફરિયાદી જાગૃતીબેન અને તેમના પતિ મનીષભાઈને તાત્કાલિક પુત્રની શોધખોળ કરી પોલીસને આ બનાવની જાણ કરી હતી. જો કે, સાંજ થતાં પુત્ર મળી આવતાં ફરિયાદીએ રાહતનો શ્વાસ લીધો હતો.