પહેલી જુનનો દિવસ વિશ્વમાં ‘મિલ્ક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ સુરસાગર ડેરી દ્વારા મિલ્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડેરીના કર્મચારીઓ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી, જે શહેરના વિવિધ માર્ગ ઉપર ફરી હતી. પશુપાલકોને પ્રતિ કિલો ફેટમાં 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો તથા દાણમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ગત વર્ષે જે અછત હતી માટે આ નિર્ણય ડેરીના ચેરમેન દ્વારા લેવામાં આવ્યો હતો. જેનાથી જિલ્લાના દોઢ લાખ જેટલા પશુપાલકોને આનો ફાયદો થશે.
સુરસાગર ડેરીએ પશુપાલકોને કિલોફેટે 40 રૂપિયાનો વધારો આપી ‘મિલ્ક દિવસ’ ઉજવ્યો - sursagar dairy
સુરેન્દ્રનગરઃ જિલ્લાની સુરસાગર ડેરી દ્વારા મિલ્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી તથા પશુ પાલકો અને પશુપાલન સાથે જોડાયેલા લોકો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરી દ્વારા મિલ્ક દિવસ ની ઉજવણી કરવામાં આવી
આ કાર્યક્રમમાં સ્વેતક્રાંતિના સર્જક ડો. વર્ગીસ કુરિયન ને પણ યાદ કરવામાં આવ્યા હતા તથા દૂધ ના મહત્વ અને ભારતમાં તેનું કેટલું ઉત્પાદન વિષે માહીતી કર્મચારીઓ ને આપવામાં આવી હતી.ઝાલાવાડ ની અંદર સુરસાગર ડેરી દ્વારા પશુ પાલકોને દૂધના પુરતા ભાવ આપવામાં આવી રહ્યાં છે તથા પશુપાલન સાથે જોડાયેલા લોકો કેવી રીતે આર્થિક પગભર થાય તે માટે ડેરી દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યા છે.ડેરીના આ નિર્ણય થી પશુપાલકોમાં આનંદ ની લાગણી જોવા મળી હતી.