વઢવાણ: બિનસચિવાલય કલાર્કની પરીક્ષાનું પેપર લીક, ગેરરીતિના CCTV ફૂટેજ જાહેર
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની એસ.એન. વિદ્યાલય અને સી.યુ. શાહ અંગ્રેજી સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિના સીસીટીવી ફૂટેજ જાહેર થયા હતા. એસ.એન. વિદ્યાલયના પ્રિન્સિપાલે એક ઉમેદવાર દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત, કોપી કરતા ઉમેદવાર સામે સરકાર જે પગલાં લે તે શાળાને મંજૂર હોવાનું પણ જણાવ્યું હતું. જો કે સી.યુ. શાહ અંગ્રેજી સ્કૂલના પ્રિન્સિપાલ અજીતકુમારે સીસીટીવી ફૂટેજ અંગે પોતે અજાણ હોવાનું જણાવી પરીક્ષા કેન્દ્રમાં કોઈ જ ગેરરીતિ ન થઇ હોવાની સ્પષ્ટતા કરી હતી.
વઢવાણની એસ.એન. વિદ્યાલય અને સી.યુ. શાહ ઈંગ્લીશ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિના સીસીટીવી ફૂટેજ કોંગ્રેસ દ્રારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવામાં આવ્યા હતા. એસ.એન. વિદ્યાલયના પ્રિન્સિપાલે એક ઉમેદવાર દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત, કોપી કરતા ઉમેદવાર સામે સરકાર જે પગલાં લે તે શાળાને મંજૂર હોવાનું પણ જણાવ્યું હતું. જો કે સી.યુ. શાહ ઈંગ્લીશ સ્કૂલના પ્રિન્સિપાલ અજીતકુમારે સીસીટીવી ફૂટેજ અંગે પોતે અજાણ હોવાનું જણાવી જવાબદારીથી હાથ ઊંચા કર્યા હતા. પરીક્ષા કેન્દ્રમાં કોઈ જ ગેરરીતિ ન થઇ હોવાની સ્પષ્ટતા કરી હતી.
TAGGED:
gujarat latest news