આર્મીના અધિકારીઓએ જણાવ્યુ કે, દેશમાં કોઇ પણ જગ્યાએ ભુકંપ કે પુર જેવી કુદરતી હોનાર્ત સર્જાય ત્યારે આર્મીના જવાનો મદદ માટે હંમેશા તૈયાર જ હોય છે. ઉપરાંત આ કાર્યક્રમમાં દેશની રક્ષા કરવા માટે સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો, આર્મી દ્વારા કેટલા સમયમાં કેવી રીતે તોપ દ્વારા દુશ્મનોને જવાબ આપવો તેની શોર્ટ ફિલ્મ પણ દર્શાવાઈ હતી. આર્મીમાં જોડાવા માટે આગળ કેવી રીતે આવવું તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આર્મીના જવાનો દેશની સુરક્ષા કરવા માટે તેમજ બોર્ડર ઉપર યુદ્ધનાં સમયે કેવી રીતે કાર્ય કરવામાં આવે છે, જે અંગે આર્મીના જવાનો દ્વારા પ્રેક્ટિકલ દેખાડ્યુ હતું. આ સાથે આર્મીમાં જે સાધનો વપરાય છે, તેનું પ્રદર્શન રાખવામાં આવ્યુ હતુ. બાળકોને આર્મી જોઇન્ટ કરવા માટે શું કરવું તેનુ માર્ગદર્શન આપી તેમા કયા કાર્યો કરવામા આવે છે તેની પણ માહિતી આપવામા આવી હતી.
ધ્રાંગધ્રામા આર્મી દ્વારા સેમિનાર યોજાયો
સુરેન્દ્રનગર: ધાંગધ્રા તાલુકામાં આર્મી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શહેરની અલગ-અલગ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. 600થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો, આચાર્યો અને અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.
ધ્રાંગધ્રામા આર્મી દ્વારા કેમ્પનુ આયોજન
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આર્મીમા કેવી રીતે જોડાવુ અને શુ તૈયારીઓ કરવી તેની માહિતી આપવામા આવી હતી. જવાનો બોર્ડર ઉપર યુદ્ધના સમયે ગણતરીના કલાકોમાં કાર્ય કરે છે તે ખુબ જ સારું છે અને લોકો પણ આર્મીમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી. મેડીકલ કેમ્પનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.