ગુજરાત

gujarat

ETV Bharat / state

Vastadi Chuda Bridge Collapse : વસ્તડીથી ચુડા જતા રસ્તાના બ્રિજ પરથી ભારે ટ્રક પસાર થયો અને...કડડભૂસ

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં વસ્તડી ગામથી ચુડા જવાના રસ્તા પરનો બ્રિજ ધરાશાયી થયો છે. મળતી માહિતી અનુસાર ભારે ટ્રક આ બ્રિજ પરથી પસાર થતા આ બનાવ બન્યો હતો. ઘટનાની માહિતી મળતા જિલ્લા કલેકટર, વઢવાણના ધારાસભ્ય સહિત વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, જિલ્લા પ્રશાસન દ્વારા આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો.

Vastadi Chuda Bridge Collapse
Vastadi Chuda Bridge Collapse

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 3:27 PM IST

વસ્તડી ગામથી ચુડા જવાના રસ્તા પરનો બ્રિજ ધરાશાયી થયો

સુરેન્દ્રનગર :રાજ્યમાં અનેક જગ્યાએ બ્રિજ અને જર્જરિત ઈમારત તૂટી પડવાની ઘટના બની છે. તંત્ર દ્વારા તપાસ કર્યા છતાં આ સિલસિલો યથાવત છે. ત્યારે હાલમાં જ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડીથી ચુડા જતો બ્રિજ ધરાશાયી થયો છે. જિલ્લા પ્રશાસન દ્વારા આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ બ્રિજ પરથી એક ટ્રક પસાર થતા બ્રિજ તૂટી પડ્યો હતો. ત્યારે જિલ્લા પ્રશાસન સામે સવાલ થાય છે કે, બ્રિજ ભારે વાહનો માટે બંધ હતો. ત્યારે ડમ્પર કેવી રીતે ત્યાંથી પસાર થયું ?

વસ્તડીનો બ્રિજ ધરાશાયી : આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર, વઢવાણના ધારાસભ્ય સહિત વહીવટી તંત્ર ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. જિલ્લા કલેકટર દ્વારા ઘટના સ્થળે પહોંચી સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યા છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દોષીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે સરકારમાં પણ આ અંગેની દરખાસ્ત મોકલી દેવામાં આવી હતી.

ભારે ટ્રક પસાર થયો અને... વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ પરિસ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે ગ્રામજનો માટે વૈકલ્પિક રસ્તો કરી દેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ આ બ્રિજની સ્થિતિ મામલે ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

તંત્રની બેદરકારી : આ અંગે જિલ્લા કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, બ્રિજ પર બોર્ડ અને સૂચના લગાવવામાં આવી હતી. પરંતુ સવાલ તેમની સામે જ છે કે ભારે વાહનો પસાર ન થાય એવી લોખંડની રેલીંગ શા માટે લગાવવામાં આવી નથી ? જો આમાં કોઈ જાનહાની થઈ હોત તો જવાબદારી કોની ? તંત્ર માત્ર તપાસ કરશે જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરશે ?

  1. મોરબી બ્રિજ દુર્ઘટનામાં પરિવાર સામે સુરેન્દ્રનગરના 2 લોકોના મોત, 6 મહિના પહેલા થયા હતા લગ્ન
  2. Main bridge collapsed in Surendranagar : સુરેન્દ્રનગરના વઢવાણમાં મુખ્ય પુલ ધરાશાયી થયો, અનેક લોકો પાણીમાં ગરકાવ

ABOUT THE AUTHOR

...view details