સુરેન્દ્રનગરઃ મૂળી તાલુકાના દેવપરા ગામે બોગસ ડોક્ટર પ્રેકટીસ કરતા હોવાની વગડીયા PSC સેન્ટરને હકીકત મળી હતી. આથી મૂળી PSC ડી.જે.ઝાલા તથા સ્ટાફના રણજીતસિંહ, રમણભાઈ, ગિરીરાજસિંહ વિગેરેઓને સાથે રાખી દેવપરા ગામે ઓચીંતુ ચેકીંગ કર્યુ હતું.
મૂળી તાલુકાના દેવપરા ગામે બોગસ ડૉક્ટરની ધરપકડ
મૂળી તાલુકાના દેવપરા ગામે બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આથી ચેકીંગમાં ગયેલી ટીમને બોકસમાં રાખેલી રૂપિયા 6,401 કિંમતની દવાઓ મળી હતી. પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી દવાનો જથ્થો કબ્જે લઈ તેની સામે ફરિયાદ નોંધાવી છે.
ચેકીંગ દરમિયાન વગડીયા PSC સેન્ટરના મેડીકલ ઓફિસર પ્રિન્સીબા ચૂડાસમા તથા પોલીસ સ્ટાફે દેવપરા ગામે બોગસ ડોક્ટરની તપાસ હાથ ધરી હતી. જેમા ડોક્ટર તરીકે ગોવિંદ રણછોડભાઈ પઢેરીયા મિત્રમંડળ શાહપાર્ક તબીબી પ્રેકટીસ કરતો મળી આવ્યો હતો.
મેડીકલ ઓફિસર અને પોલીસે બોગસ ડોક્ટર પાસે ડીગ્રીના આધાર પૂરાવા માંગતા ન હોવાનું જણાવ્યું હતું. આથી ચેકીંગમાં ગયેલી ટીમે એલોપેથીક છટી તથા બોકસમાં રાખેલી દવાઓ મળી હતી. પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી દવાનો જથ્થો કબ્જે લઈ તેની સામે ફરિયાદ નોંધાવી છે.