ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં લાભાર્થીને આવાસની ડ્રો દ્વારા ફાળવણી કરાઇ

સુરેન્દ્રનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન છે કે, 2022 પહેલા દેશની અંદર કોઇપણ વ્યક્તિ પોતાના ઘર વગર ન રહે અને જે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ગરીબ અને જરૂરીયાત વર્ગને મકાન મળી રહે તે કાર્ય કરી રહી છે.

etv bharat
સુરેન્દ્રનગરમાં લાભાર્થીને આવાસની ડ્રો દ્વારા કરાઈ ફાળવણી

By

Published : Jan 8, 2020, 3:08 PM IST

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા સરકારની રાજીવ આવાસ યોજના (RAY) યોજનાઓ 720 આવાસ બનાવવામાં આવ્યા હતા જેમાંથી પહેલા 240 લોકોને ડ્રો દ્વારા આ આવાસની ફાળવણી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં લાભાર્થીને આવાસની ડ્રો દ્વારા કરાઈ ફાળવણી

ગરીબ લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે સરકાર કાર્ય કરી રહી છે. સુરેન્દ્રનગરમા RAY યોજના અંતગર્ત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની 40 કરોડના ખર્ચે 960 આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી 720 આવાસ તૈયાર થઈ ગયા હતા. જે લેવા માટે ગરીબ લોકો હતા તેવા લોકોએ નગરપાલિકામાં આવાસ લેવા માટે ફોર્મ ભરેલ તેવા 240 લાભાર્થીઓને આ મકાનો ડ્રો દ્વારા ફાળવવામાં આવ્યા હતા.

લાભાર્થીને 10,000 રૂપિયા ડિપોઝીટ પેટે ભરવાથી આવાસ આપવામાં આવ્યા હતા. આવાસ મળવાથી લાભાર્થી ખૂબ જ ખુશ હતા અને તેમને આ મકાન મળવાથી સરકારનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details